વાગરા ના અખોડ-નાંદીડા માર્ગ ઉપર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત, એકનું મોત.
વાગરા,
પખાજણ જી.આઈ.ડી.સી માં આવેલ નિયોજન કંપનીમાં જવા-આવવા માટે ઉદય ઇન્ફ્રા પ્રોજેકટ નામના કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટર મિન્ટુ ગઢવીની બોલેરો કેમ્પર GJ.16.AW 8271 મુકેલ હતી.આ બોલેરોનો ઉપયોગ કંપનીના મજૂરો બહાર આવવા-જવા માટે કરતાં હતા.ગતરોજ રવિવારે કંપનીનું કામ બંધ હોવાથી બપોરના ત્રણ વાગ્યાના અરસામાં કંપનીના મજૂરો ઉપરોક્ત બોલેરો ગાડીના ડ્રાઈવર ખાલીદ મહંમદ યુસુફ અલીને લઈને રાશનની ખરીદી કરવા માટે ગયા હતા અને ખરીદી કરીને સાંજના છએક વાગ્યે પરત ફરી રહ્યા હતા ત્યારે અખોડ ગામથી આગળ નાંદીડા ગામ પહેલા વળાંક ઉપર આવતા બોલેરો કેમ્પરના ડ્રાઈવર ખાલીદ મહંમદ યુસુફ અલીનાઓએ વળાંક ઉપર બોલેરો કેમ્પરને ધીમી પાડેલ નહિ અને સ્પીડથી વળાંક લેવા જતા તેનો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બોલેરો કેમ્પર પલ્ટી મારી જતાં બોલેરો કેમ્પરમાં બેસેલ મજદૂર સહજહાન શેક ઈશરાયલ અલીને બંને પગના ઘુંટણના ભાગે છોલાઇ ગયેલ અને જમણા હાથના કોણીના ભાગે છોલાઈ ગયેલ અને જમણા પગના ભાગે તથા માથાના ભાગે વાગેલ અને ઈજાઓ થયેલ હતી અને તેમની સાથે બોલેરો કેમ્પરમાં બેસેલ અન્ય મજુરો પૈકી આશરે ૧૧ જેટલા મજુરોને નાનીમોટી ઈજાઓ થયેલ હતી જેમા કોઈને માથાના ભાગે તથા કોઈને પગના ભાગે તથા કોઈને માથા ભાગે ઈજાઓ થયેલ હતી અને લોહી નિકળેલ હતું તથા કોઈને છાતીના ભાગે તથા કોઈને પીઠના ભાગે મુઢ માર માર વાગેલ હતો અને આ વખતે રસ્તે આવતા-જતા રાહદારીઓ ભેગા થઈ જતા ઈજા પામેલ મજુરોને ૧૦૮ માં તથા ખાનગી વાહનમાં બેસાડી સારવાર અર્થે પટેલ વેલ્ફેર હોસ્પીટલ ભરૂચ ખાતે લાવેલ હતા.જ્યાં મજુરોની સારવાર કરવામાં આવી હતી સહજહાન શેક ઈશરાયલ અલી સાથેના અખ્તરનાઓને ડાબા હાથ ઉપર કોણીના ભાગે તથા ખભાના ભાગે છોલાઇ (ઈજાઓ) ગયેલ તથા અજમલ હુસેનનાઓને ડાબા હાથ ઉપર ઈજાઓ તથા જમણા હાથની આંગળીઓ ઉપર તથા માથામાં ઈજાઓ થયેલ તથા મહમદ તકુજુલનાઓને જમણા હાથ ઉપર કાંડાના ભાગે તથા ડાબા હાથની કોણી ઉપર છોલાઇ ગયેલ તથા કારૂખનાઓને માથાના ભાગે છોલાઇ ગયેલ તેમજ તારીકુલ ઈસ્લામનાઓને મોઢાના ભાગે સામાન્ય છોલાઇ ગયેલ તેમજ ઈમ્તિયાજનાઓને બંન્ને હાથ ઉપર તથા માથા કપાળના ભાગે છોલાઇ ગયેલ તથા છાતીના ભાગે મુઢ માર વાગેલ તેમજ મહમદ જહરુદ્દીનનાઓને બંન્ને હાથ ઉપર તથા માથા કપાળના ભાગે છોલાઇ ગયેલ તથા છાતીના ભાગે મુઢમાર વાગેલ હતો તેમજ હજરત સલેહાનનાઓને જમણા પગના ઘુંટણના ભાગે છોલાઇ ગયેલ તથા માથાના ભાગે સામાન્ય છોલાઇ ગયેલ તથા માથાના ભાગે સામાન્ય છોલાઇ ગયેલ તેમજ સઈદુર ઈશાકહક્ક આલમનાઓને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા મરણ પામેલ છે.
ઉપરોક્ત બનાવ બાબતે સહજહાન શેક ઈશરાયલ અલીનાઓએ બોલરો કેમ્પરના ડ્રાઈવર ખાલીદ મહમદ યુસુફ અલિનાઓએ આ બોલેરો ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી
અખોડથી નાંદીદા ગામ તરફ જવાના વળાંક ઉપર પલ્ટી ખવડાવી પોતાને તથા સહજહાન શેક ઈશરાયલ અલી સાથેના ઉપરોક્ત મજુરોને નાની-મોટી ઇજાઓ પહોંચાડી તેમજ સઈદુર ઇશાકહક્ક આલમનાઓને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ તથા
શરીરે નાની-મોટી ઈજાઓ નીપજાવેલ હોય જેથી મરણ પામેલ હોય. જેથી આ અકસ્માતની ઘટના બાબતે કાયદેસર તપાસ થવા બાબતે વાગરા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધી BNSS કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.