વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સતત ત્રીજીવાર અશ્વિન સાકરીયા ની નિમણૂ થતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા યાર્ડના ચેરમેન સહિતના આગેવાનોએ મો મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી - At This Time

વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સતત ત્રીજીવાર અશ્વિન સાકરીયા ની નિમણૂ થતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા યાર્ડના ચેરમેન સહિતના આગેવાનોએ મો મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિયત તાલુકા ભાજપ પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સતત ત્રીજીવાર અશ્વિનભાઈ સાકરીયાની નિમણૂક થતા જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના આગેવાનોએ મીઠું કરાવી ફૂલહાર કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. વિછીયા યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, શિક્ષણ વિદ ભુપતભાઈ કેરાળીયા, પૂર્વ પ્રમુખ નાથાભાઈ વાસાણી સહિતની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપના સૌ આગેવાનો અને કાર્યકરો દ્વારા સળંગ ત્રીજી વાર વિંછીયા તાલુકા ભાજપના પ્રમુખ બનવા પર અશ્વિનભાઈ સાંકળીયાનો આવકારીને અભિનંદન પાઠવ્યા હતા. વિછીયા યાર્ડ ખાતે યોજાયેલ આ સન્માન સમારોહ મોટી સંખ્યામાં શહેર તાલુકા ભાજપના આગેવાનો સહકારી આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવ્યું હતું કે વિંછીયા શહેર તાલુકા ભાજપનું સંગઠન વધુમાં વધુ મજબૂત બનાવશો તેમજ શહેર તાલુકાની પ્રજાજનોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ને લોકો સુધી પહોંચાડવા તેમજ મહત્તમ લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તેવા પ્રયત્નો કરશો. તેવી આશા સાથે શુભકામનાઓ પાઠવું છું આ સાથે તેમજ તાલુકા ભાજપના સૌ આગેવાનો અને કાર્યકરો દ્વારા નવનિયુક્ત પ્રમુખને ફૂલહાર સાથે સન્માન કરી મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.