ધંધુકા તાલુકાના રાયકા ગામના ખોડાભાઇ ભવાનભાઈ જોગરાણાને ભારત ગૌરવ સન્માન જયપુર ખાતે કરાયા
ધંધુકા તાલુકાના રાયકા ગામના ખોડાભાઇ ભવાનભાઈ જોગરાણાને ભારત ગૌરવ સન્માન જયપુર ખાતે કરાયા
ભાલનું ગૌરવ પિંક સીટી જયપુરમાં સન્માનિત કરાયા
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રાયકા ગામના વતની હાલ ભાવનગરનાં રહેવાશી શ્રી ખોડાભાઇ ભવાનભાઇ જોગરાણાને "ભારત ગૌરવ સન્માન"૨૦૨૪ જયપુર ખાતે મળ્યો. જે બાળપણમાં પોલિયોનો શિકાર બન્યા,પરંતુ તેની શારીરિક સમસ્યાને અવગણીને ખૂબ મહેનત કરીને ભણીને હાલ ભાવનગર કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવે છે.તેમજ ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમના ખેલાડી રહી ચૂક્યા છે નેપાળ સામેની સિરીઝ તેઓ ભારતીય દિવ્યાંગ ટીમના ખેલાડી તરીકે સામેલ થયેલ તેણે રાજ્ય કક્ષાએ પેરા આર્મ રેસલિંગમાં (પંજો લડાવવાની )રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નેશનલ પેરા પિસ્તોલ શુટીંગ માટે નેશનલ માટે કવોલીફાઈ થયેલા છે . દિવ્યાંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર અને અન્ય ભાવનગર તેમજ જરૂરિયાત મંદ દિવ્યાંગને મદદરૂપ બને છે. તેઓની સિદ્ધિઓ જોઈને, રાષ્ટ્રીય સમાચારપત્ર "દિવ્યાંગ જગત" દ્વારા તેમને ભારત ગૌરવ સન્માન 2024 થી બોલીવુડ અભિનેત્રી શશી શર્માના હસ્તે સન્માનિત કર્યા છે, સમગ્ર દેશમાંથી 392 અરજી મળેલ જેમાથી 72 પ્રતિભાઓને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.