રાજકોટ મહાનગરપાલિકા પ્રજ્ઞાચક્ષુ કલાકારો “સંગીત સંધ્યા” માં પોતાની કલાથી લોકોને રસ-તરબોળ કરશે.
રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી અંધ સર્વોદય મંડળ રાજકોટ દ્વારા તા.૨૩/૨/૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે, ટાગોર રોડ ખાતે આવેલ શ્રી હેમુ ગઢવી હોલમાં ગુજરાતના બેરોજગાર પ્રજ્ઞાચક્ષુ કલાકારોને સ્ટેજ આપી, પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે “સંગીત સંધ્યા” કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય સાંસદ પરસોતમભાઇ રૂપાલાના વરદ્ હસ્તે કરી, કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડૉ.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, અંધ સર્વોદય મંડળના પ્રમુખ યુસુફીભાઈ કાપડીયા, અંધ સર્વોદય મંડળના ટ્રસ્ટી પ્રદિપભાઈ દવે, સિટી પટેલ, અંધ સર્વોદય મંડળના મંત્રી ભીખુભાઈ સિસોદીયા, પૂર્વ મેયર તથા અંધ સર્વોદય મંડળના દાતા ડૉ.પ્રદિપ ડવ, અંધ સર્વોદય મંડળના દાતા વાલજીભાઈ ઝાલાવડીયા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, તથા અંધ સર્વોદય મંડળના હોદેદારો ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા શહેરીજનોને આ “સંગીત સંધ્યા” માણવા હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
