જસદણમાં જિલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "સ્વચ્છતા હી સેવા" તેમજ "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરાવ્યા છે. જેની દેશભરમાં ભારે જહમત ઉપડી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વૃક્ષારોપણ અભિયાન યોજાય છે. જેમાં જસદણ આટકોટ અને વિછીયામાં પણ આ અભિયાનની શરૂઆત ઘણા સમયથી થઈ ચૂકેલી છે. અને આ અભિયાન અંતર્ગત શાળા, સરકારી કચેરી જેવી વગેરે ઘણી જગ્યાએ પણ કાર્યક્રમ યોજાય છે. અને સ્વભાવ- સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના ની સાથે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે. આ અંતર્ગત જસદણ શહેરમાં આવેલા જીલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન થયું હતું. જેમાં યોગાસન અને પ્રાણાયામ સાથે શરીર અને મનને સ્વચ્છ રાખવા સાથે ઘર, સોસાયટી તેમજ કચેરી, વ્યવસાયના સ્થળો તેમજ સમાજમાં સ્વચ્છતા રાખવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ યોગ શિબિરમાં સ્થાનિક નાગરિકો, જસદણ નગરપાલિકાના પૂર્વ સદસ્યો, અને સ્ટાફગણ જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.