અમરેલી જિલ્લા માં આર્થિક ઉપાર્જન વગર ની માનવ સેવા બદલ રાજ્ય ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ના વરદહસ્તે ત્રણ વ્યક્તિ ઓને ધરતી રત્ન એવોર્ડ એનાયત - At This Time

અમરેલી જિલ્લા માં આર્થિક ઉપાર્જન વગર ની માનવ સેવા બદલ રાજ્ય ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ના વરદહસ્તે ત્રણ વ્યક્તિ ઓને ધરતી રત્ન એવોર્ડ એનાયત


અમરેલી જિલ્લા માં આર્થિક ઉપાર્જન વગર ની માનવ સેવા બદલ રાજ્ય ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ના વરદહસ્તે ત્રણ વ્યક્તિ ઓને ધરતી રત્ન એવોર્ડ એનાયત

અમરેલી જિલ્લા માં આર્થિક ઉપાર્જન વગર ની માનવ સેવા બદલ રાજ્ય ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ના વરદહસ્તે ૧૧ વ્યક્તિ પેકી અમરેલી જિલ્લા ની ત્રણ વ્યક્તિ ઓને ધરતી રત્ન એવોર્ડ થી સન્માન સમગ્ર જિલ્લા માટે ગૌરવીંત ઘટના
અમદાવાદની આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા ૪૬ વર્ષથી માનવસેવા અને મેડિકલ ક્ષેત્રે વિવિધ કાર્ય કરે છે જેમાં છેલ્લા નવ વર્ષથી સમાજમાં વિવિધ ક્ષેત્રે સેવા કરતા ધરતીના રત્નોને એવોર્ડ આપી તેમને ગુજરાત રાજ્યની મહાન વિભૂતિઓ દ્વારા સન્માનિત કરે છે ત્યારે આ વર્ષે ગુજરાતના ગૌરવશાળી અને ધરતીના રત્નો એવા ૧૧ મહાનુભાવો ને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજીના વરદ હસ્તે સરદાર પટેલ ઓડિટોરિયમ શાહીબાગ અમદાવાદ ખાતે એવોર્ડ અપાયો હતો એક વિશાળ સમારંભ યોજાયો હતો જેમાં સાવરકુંડલા તાલુકાના બે ધરતી રત્નોને ધરતી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં એક સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિરના સંત ભક્તિ બાપુની નિરાધાર અને રોડે રખડતી ભટકતી મનોરોગી મહિલાઓની સેવા છેલ્લા ૧૨ વર્ષથી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ૧૧૬ મનોરોગી મહિલાઓએ પુનઃજીવન પ્રાપ્ત કરી પરિવારને મળી છે જે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઝારખંડ પંજાબ બિહાર સહિતના વિવિધ વિસ્તારોની મહિલાઓએ પુનઃજીવન પ્રાપ્ત કર્યું છે પાંચ એવી મહિલાઓ હતી કે જેને પરિવાર સ્વીકારવા તૈયાર નહોતું તેના માનવ મંદિર ખાતે લગ્ન કરાવી દીધા છે અને એક મુસ્લિમ મહિલાને નિકાહ કરાવી આપ્યા છે આમ રાષ્ટ્રવાદ અને સર્વ ધર્મ ને સ્વીકારી વિના મૂલ્યે આ અવિરત સેવાનો ધોધ સેવક કોના સહયોગથી ચાલી રહ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે માનવ મંદિરના સંત ભક્તિ બાપુ અને માનવ મંદિરના સેવકો દ્વારા ક્યારે કોઈ ફાળો ઉઘરાવવામાં આવતો નથી અને જે દાતાઓ માનવ મંદિરમાં દાન આપે છે તેમને પાકી પહોંચ આપવામાં આવે છે દર મહિને રૂપિયા ચાર લાખ જેટલો ખર્ચ છે આ માનવ મંદિર આશ્રમમાં હાલમાં ૮૨ જેટલી મનોરોગી મહિલાઓ ભક્તિબાપુની મિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ઉપરાંત માનવ મંદિરમાં ત્રણ બાળકો છે અને છેલ્લા ૧૧ વર્ષથી અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી દર મહિને માનવ મંદિરમાં આવી દરેક મહિલાઓને તપાસી તેમની દવાઓ લખી આપે છે જે કંપની તરફથી મૂળ ભાવે આપવામાં આવે છે અને આશરે રૂપિયા ૩૫ હજારની દવાઓ નો ખર્ચ થાય છે તો આવા સેવાના ભેખધારી એવા પાલક પિતા પૂજ્ય ભક્તિ બાપુને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજીના વરદ હસ્તે ધરતી રત્નનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
બીજો એવોર્ડ સાવરકુંડલા તાલુકાના ગામના મીઠાભાઇ પરસાણા ને તેમની સર્વમંગલ સંકુલ લોક વિદ્યામંદિર માં કરવામાં આવતી સેવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મીઠાભાઈ પરસાણા ૨૦૦૪ માં નિવૃત્ત થઈ ૬૪ વર્ષની ઉંમરે થોરડી ગામમાં શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું શરૂઆત ૧૫ છોકરાને સાત છોકરીઓ થી આ શાળા શરૂ કરવામાં આવી હતી દાતાઓના દાનથી સંકુલના વિકાસમાં ચાર ચાંદ લાગ્યા અને આજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ ઉપરાંત અહીં નિવાસી અંધ વિદ્યાલય માં ૪૭ અંધ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અંધ વિદ્યાર્થીઓ માટે તમામ સેવાઓ વિનામૂલ્ય કરવામાં આવે છે આ ઉપરાંત અનાજ વિતરણ જળસંચય ચેકડેમ બનાવવાજેવા કાર્યો સાથે સજીવ ખેતી અને ખેતી માટે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવા છે તેમ જ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવું તેવી પણ અહીંથી જનજાગૃતિની સેવાઓ કરવામાં આવે છે આમ ૮૫ વર્ષની ઉંમરે પણ કાંતિભાઈ ની આ સેવાને ધ્યાનમાં રાખી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સિલેક્શન કરી ધરતી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે ધરતી રત્ન એવોર્ડ દર વર્ષે આવા ૧૧ વ્યક્તિઓને આપવામાં આવી રહ્યો છે જેનું સિલેક્શન પસંદગી સમિતિમાં જસ્ટિસ શ્રી રવિ આર ત્રિપાઠી પૂર્વ જજ ગુજરાત હાઇકોર્ટ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને જાણીતા સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ દ્વારા આ ધરતી રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા આ એવોર્ડ સમારંભમાં આચાર્ય દેવવ્રતજીએ તમામ ધરતી રત્નોની સેવા અને બિરદાવી હતી અને વંદન કર્યા હતા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ દરેકને ધ્યાન આપવું પડશે તે બાબતનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ખાસ ઉપસ્થિત રહી તેમના વિસ્તારના આ ત્રણ ધરતી રત્નોને ધરતી રત્ન એવોર્ડ થી સન્માનિત કર્યા તે સમયે તેઓ ખાસ સાથે રહ્યા હતા ત્રીજો એવોર્ડ બગસરા ની વિશ્વ વાત્સલ્ય સંસ્થા ના શારીરિક વિકલાંગ એવા દેવચંદભાઈ સાવલિયા ને એનાયત કરાયો કોઈ જાત ના આર્થિક ઉપાર્જન વગર માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી માન સન્માન પદ પ્રતિસ્થા વગર સતત માનવતા ના કાર્યો કરતા અમરેલી જિલ્લામાં ત્રણ વ્યક્તિ ઓને ધરતી રત્ન પુરસ્કાર થી સન્માનિત કરતા સમગ્ર જિલ્લા ઓનું ગૌરવ વધાર્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.