હળવદ ના સેવાભાવી યુવાન ડી.જે રબારી એ પોતાના ૩૨ માં જન્મદિવસ નિમિતે ૩૨ વૃક્ષો વાવી અને ઉજવણી કરી
અનુસૂચિત( નાડિયા ) સમાજ ના સ્મશાન સહિત વિવિધ ધાર્મિક જગ્યા એ વૃક્ષારોપણ કરી સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
વર્તમાન સમયે ગ્લોબલ વોર્મિંગ સમયે આખી દુનિયાં જજૂમી રહી છે ત્યારે પ્રકૃતિ નું સંરક્ષણ થાય તે આપડા સૌ નાગરિકોની નૈતિક ફરજ છે ત્યારે હળવદ ના સેવાભાવી યુવાન ડી.જે રબારી એ પોતાના ૩૨ માં જન્મદિવસ નિમિતે ૩૨ વૃક્ષો હળવદ શહેર ના વિવિધ જાહેર સ્થળો એ વાવી ને જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી છે ત્યારે હળવદ માં આવેલ અનુસૂચિત ( નાડિયા ) સમાજ ના સ્મશાન માં વૃક્ષારોપણ કરી અને સામાજિક સમરસતા નું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સાથે ગોર પીર આશ્રમ તથા ગોરલ પીર ની જગ્યા અને રબારી સમાજ ના છાત્રાલય ખાતે પણ વૃક્ષારોપણ કરી અને પ્રકૃતિ ના સંરક્ષણ માં નિમિત્ત બની જન્મદિવસ બી ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનિય છે કે ડી.જે રબારી દ્વારા વિવિધ સામાજિક સેવાકીય કાર્યો માં પોતાના મિત્ર વર્તુળ સાથે અગ્રેસર રહી સેવા કરી રહ્યા છે ત્યારે તાજેતર માં હળવદ લોહાણા મહાજન વાળી ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં ૫૦ થી વધુ મિત્રો સાથે ડી.જે રબારી દ્વારા રક્તદાન કરી માનવતા ની મહેક પ્રસરાવી હતી
આ વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવવા ડી.જે રબારી તેમજ તેમના મિત્ર વર્તુળ એ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.