ગુજરાત માં દિવસે ને દિવસે વધતા બળાત્કાર ના ગંભીર ગુન્હોઓ પર મારી પોતાની લાગણી વ્યક્ત કરું છું જ્યારે જ્યારે આવા સમાચાર મળે ત્યારે મારુ લોહી ઉકળે છે પણ કોણ સમજે આપણી વેદના😭 - At This Time

ગુજરાત માં દિવસે ને દિવસે વધતા બળાત્કાર ના ગંભીર ગુન્હોઓ પર મારી પોતાની લાગણી વ્યક્ત કરું છું જ્યારે જ્યારે આવા સમાચાર મળે ત્યારે મારુ લોહી ઉકળે છે પણ કોણ સમજે આપણી વેદના😭


૨૪/૦૯/૨૦૨૪
અમદાવાદ

ગુજરાત માં બળાત્કાર ની વારદાત દિવસે ને દિવસે વધતી જાય છે સુ ગુજરાત સરકાર દિલ્હી માં બનેલ નિર્ભયા કાંડ ની રાહ જોઈ રહી છે સવાર માં પેપોર વાંચો ને રોજ એક રેપ ની ઘટના જોવા મળે ખરેખર આવા લોકો ની વચ્ચે આપણે આપણા છોકરાઓ ને કેમ મોટા કરીશુ આ એક વિચાર કરવા જેવી બાબત છે ને દરેક માતા પિતા એ આ નોંધ. લવા જેવી છે..

આપણી સરકાર તો બીજા રાજ્ય પર આક્ષેપ કરવામાં ઉંચી નથી આવતીને આપણા ગાંધી ના ગુજરાત માં દારૂ ની રેલમછેલ તો હતી પણ આ હવે વધતું જોઈ છે રોજ બરોજ બનતી આવી ઘટનાઓ પર નથી વિપક્ષ બોલતું કે નથી બોલતી કે સરકાર કે એમના કોઈ મંત્રી કે નથી બોલતું ન્યાય તંત્ર.

આવું ક્યાં સુધી ચાલશે ક્યારે કોઈ એવા મુખ્યમંત્રી આવશે ક્યારે એવા કોઈ ન્યાય કરવા વાળા જસ્ટિસ આવશે જે બળાત્કારિયો ને ફાંસી ના માંચડે ચઢાવસે સરકાર કાયદો ને કલમો માં સુધારો કર્યો પણ સજા ક્યાં મળશે છે આરોપીઓ ને જેલ માં જાય આરામ કરી જામીન પર છૂટી જાય છે કેમ આવા હવસખોર ને ફાંસી નથી મળતી કેમ આવા લોકો ને જેલ પણ બે ટાઈમ જમવા પેહવા રહેવા માટે સુવિધાઓ મળશે ક્યાં સુધી લોકો પેપોર વાંચી પોતાનો જીવ બાળસે એક રિપોર્ટર તરીકે મારી વેદના મેં રજૂ કરી છે તમે પણ જરા આના પર વિચાર કરજો ને આવનાર સમય માં આપના ઘર માં જો દીકરી હોઈ તો તેની રક્ષા કેમ કરવી તેના વિશે જરૂર વિચાર કરશો કારણ કે આપણી આસપાસ જ આવા હરામખોરો ફરતા હોઈ છે કેવીરીતે બચાવસુ આપણે આપણા પરિવાર અને સમાજ ની દીકરીઓ ને

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.