વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામનો બુટલેગર ઈશ્વર બાવળીયા પાસામાં ધકેલાયો
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
રાજકોટ, ભાડલા, વિંછીયા, આટકોટ, જસદણ, મોરબી, ઉમરાળા અને નાની મોલડી સહિતના શહેરોમાં વિદેશી દારૂના પંદર ગુનામાં સામેલ મોટા માત્રા ગામના બુટલેગરને પાસામાં ધકેલી દેવાયો છે. મળતી વિગત મુજબ શહેરના ક્રાઇમ બ્રાંચ તથા આજી ડેમ પોલીસ મથકમાં વિદેશી દારૂના પાંચ તેમજ ભાડલા, વિંછીયા, આટકોટ, જસદણ, મોરબી, ઉમરાળા અને નાની મોલડી સહિતના ગામમાં વિદેશી દારૂના ૧પ ગુનામાં સામેલ નામચીન બુટલેગર ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઇ બાવળીયા, (ઉ.૩૦) (રહે. મોટા માત્રા ગામ તા. વિંછીયા) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ વોરંટ ઇસ્યુ કરતા પીસીબીના પી. એસ. આઇ. એમ. જે. હુણ સહિતે ઇશ્વર ઉર્ફે ઇસો બાવળીયાની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.