વિસાવદર ના માંડાવડ ગામે આધુનિક સુવિધા વાળા કોર્ટબિલ્ડીંગ નું કામ ચાલુ કરાવવા ટિમ ગબ્બર ની માંગ
વિસાવદરના માંડાવડ ગામે આધુનિક સુવિધા વાળા કોર્ટ બિલ્ડીંગનું કામ ચાલુ કરવા બાબતઅમો ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા માહિતી અને રજૂઆતો મળી છે કે,વિસાવદરમાં આશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી કોર્ટ આવેલ છે આ કોર્ટ બિલ્ડીંગ માટે પાર્કિંગની વ્યવસ્થા નથી અને બજેટમાં નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટેની ખર્ચની રકમની પણ જોગવાઈ પણ કરવામાં આવેલ હોય આ માટેના પ્લાન એસ્ટીમેન્ટ પણ તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ છે અને ૧૦ હજાર ચોરસ મીટર જગ્યા પણ ફાળવી આપવામાં આવેલ હોય અને તેનો કબજો પણ સોંપી આપવામાં આવેલ હોય અને પ્લાન નકશા તથા ડિઝાઇન તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ હોવાનું પણ અમારા ધ્યાનમાં આવેલ હોય લોકસભાની ચૂંટણીઓ ના કારણે આચારસંહિતા હોવાથી પ્લાન નકશા આજ દિન સુધી મંજુર કરવામાં આવેલ નથી તેમજ નવું બિલ્ડીંગ બનાવવા માટે આશરે ૧૦,૦૦૦ મીટરની જગ્યા માંડાવડ ગામે નવી બનેલ કલેકટર કચેરીના પશ્ચિમ બાજુએ સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં ફાળવવામાં આવેલ હોય તે જગ્યાએ નવું કોર્ટ બિલ્ડીંગ બનવાથી પ્રજાને તથા પક્ષકારોને અનુકૂળતા રહે તેમ છે.તેથી આ જગ્યાએ તાત્કાલિક અસરથી પગલાં લઈ ટેન્ડર પ્રક્રિયા કરી નામદાર હાઇકોર્ટની સૂચના મુજબ કામ ચાલુ કરવા કરાવવા અમો ટિમ ગબ્બરની માંગ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.