જસદણના ચિતલીયા રોડ વોર્ડ નં, 5 માં સદસ્યતા અભિયાન અંતર્ગત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મીટીંગ યોજી જાતે જ સદસ્યો બનાવ્યા અને લોકોના પ્રશ્નો સાંભળ્યા
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના ચિતલીયા રોડ વોર્ડ નંબર 5 સ્વામિનારાયણ નગર ખાતે સશક્ત ભાજપ, વિકસિત ભારત ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિસ્તારના લોકો અને આગેવાનો સાથે બેઠક કરી હતી. તેમજ શહેર વિસ્તારમાં સંપર્ક કરી નાગરિકોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા હતા. તેમજ પાર્ટીના પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક યોજી, અને સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. આ ઉપરાંત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિસ્તારના પીજીવીસીએલ સહિત નાના-મોટા પ્રશ્નો સાંભળી સ્થળ ઉપર નિરાકરણ કર્યું હતું. અને ભાજપાના સૌ કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ તકે આ વિસ્તારના ડાયમંડ ઉધોગપતિ રાજુભાઈ કાનપરિયા તથા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી તેમજ આ જ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા આ વિસ્તારના આગેવાન હરેશભાઈ ભુવા તેમજ જસદણ શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી, અગ્રણી દીપકભાઈ રવૈયા, સંદીપભાઈ હિરપરા, પિયુષભાઈ શુકલ, કાળુભાઈ રાઠોડ, પ્રવીણભાઈ ઘોડકીયા, સાગરભાઇ સાવલિયા સહિતના આગેવાનો ઉપરાંત વિસ્તારના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.