ઉમરાળા ગામ ખાતે સરંપચ,ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ
ઉમરાળા ગામ ખાતે સરંપચ,ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ
રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે સરંપચ,ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા સ્વચ્છતા હી સેવા અન્વયે સફાઈ કામગીરી કરવામાં આવી હતી ગામના ધાર્મિક સ્થળ રામાપીર મંદિરની આસપાસ સફાઈ કરી હતી રહેવાસીઓએ તેમના સાથી ગ્રામજનોને નાગરિક જવાબદારીઓ નિભાવવા અને ગામમાં સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપવા અપીલ કરી હતી સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સ્વચ્છતાનો વ્યાપ ગ્રામ્ય જીવનના વિવિધ પાસાઓ સુધી વિસ્તર્યો છે,તેમજ નાગરિકો જવાબદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે સ્વચ્છતા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.ખાસ કરીને ધર્મસ્થાનકો ખાતે સ્વચ્છતાનું અનેરૂં મહત્વ છેદિવસ દરમિયાન અનેક શ્રદ્ધાળુંઓ દર્શને પધારતા હોય છે.ધાર્મિક સ્થળોની શાંત વાતાવરણ અને પ્રાકૃતિક વાતાવરણ નિયમિતપણે મુલાકાત લેનારાઓ માટે આધ્યાત્મિક અનુભવને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ત્યારે ઉડીને આંખે વળગે તેવી સ્વચ્છતા ચોક્કસથી તમામ મુસાફરોને આકર્ષે છે ધ્યાન,પ્રાર્થના અને ચિંતન માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે આવી જગ્યાઓની સ્વચ્છતા જરૂરી છે.શુદ્ધતા અને પવિત્રતા આધ્યાત્મિક યાત્રાનો અભિન્ન ભાગ છે,ત્યારે આપણે સૌ નાગરિકોએ પણ આવા ધાર્મિકસ્થળોની સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ બનવું જોઈએ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.