વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે, કરા સાથે વરસાદ ખાબક્યો.... - At This Time

વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે, કરા સાથે વરસાદ ખાબક્યો….


હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમા વરસાદની આગાહી કરવામાં આવી હતી,જેને પગલે મહિસાગર જીલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જે મુજબ વિરપુર તાલુકામાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સવારથીજ વિરપુર તાલુકામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા સાથે કાળજાળ ગરમી પડી હતી ત્યારબાદ સાંજના ૪ વાગ્યાની આસપાસ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારબાદ વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે એકાએક વિજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગરમીથી રાહત મેળવી હતી તેમજ કમોસમી વરસાદ પગલે ખેડૂતોનો સુકો ધાસચારાને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે...

તસવીર લખાણ- પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image