નિયમોનુ પાલન નહી કરનારના હોટલ-ગેસ્ટ હાઉસના સંચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પોક્સોના ગુન્હામાં અટક કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ - At This Time

નિયમોનુ પાલન નહી કરનારના હોટલ-ગેસ્ટ હાઉસના સંચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પોક્સોના ગુન્હામાં અટક કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
નિયમોનુ પાલન નહી કરનારના હોટલ-ગેસ્ટ હાઉસના સંચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પોક્સોના ગુન્હામાં અટક કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ,ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી.વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા હોટલ-ધાબા તેમજ ગેસ્ટ હાઉસના ચેક કરી નિયમોનો પાલન ન કરનારા સંચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે આધારે વિભાગીય પોલીસ અધિકારીશ્રી, હિંમતનગર વિભાગ,એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ બાબતે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય

જે આધારે જણાવવાનુ કે ગઈ તા. ૧૧/૦૨/૨૦૨૫ નારોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ-પાર્ટ નં.૧૧૨૦૯૦૧૧૭૨૫૦૧૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા અધિનિમય ૨૦૨૩ ની ક.૧૩૭(૨),૬૫(૧), ૬૪(૨)(એફ) (આઈ).૩૫૧(૧) તથા પોક્સો એક્ટ ક.૪.૩(એ).૬.૫(સી).૧૭ મુજબ ફરીયાદ દાખલ થયેલ જેમાં આ કામના આરોપીએ ભોગબનનારને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ભોગબનનારને બોર્ડની પરીક્ષામાં નાપાસ કરાવાની ધમકી આપી ભોગબનનારને નેત્રામણી નજીક આવેલ નેક્સોન હોટલ ખાતે લઇ જઇ હોટલમાં ભોગબનનારની મરજી વિરુદ્ધ બળાત્કાર સંભોગ કરેલાની હકિકત જણાઇ આવતા જે આધારે અમો એચ.આર.હેરભા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તથા સવલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પો.સ.ઈ શ્રી કે.એલ.જાડેજાનાઓએ સદર નેક્સોન હોટલ ખાતે તપાસ તજવીજ હાથ ધરી હોટલના સંચાલક કચરૂલાલ વાલજી ધુળજી પટેલ ઉ.વ.૨૫ રહે.સુરખડ ખેડા તા.સરાડા જી.સલુમ્બર (રાજસ્થાન)નાઓએ સદર બનાવ દરમ્યાન આરોપી સાથે આવેલ ભોગબનનારના ઓળખના પુરાવા વેરીફાઇવ નહી કરી આરોપીને ગુન્હાહીત કૃત્ય કરવા રૂમનો આશરો આપી દીધેલાની હકિકત જણાઇ આવતા આ કામના નેક્સોન હોટલના સંચાલત કચરૂલાલ વાલજી ધુળજી પટેલ નાઓને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેરસની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ, સમાજમાં આવા હોટલ-ગેસ્ટ હાઉસના સંચાલકો જે આ પ્રકારનુ ગુન્હાહિત કૃત્ય કરવામાં મદદગારી તેમજ બેદરગારી રાખનાર સામે ધોરણસર કરી સમાજમા દાખલો બેસાડેલ છે.

(એચ.આર.હેરભા) પોલીસ ઇન્સપેક્ટર હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image