ધંધુકા માંથી પસાર થતી વલ્લભીપુર નહેરે છેલ્લા બે વર્ષમાં ૮ માનવો ને ભરખી ગઈ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં થી પસાર થતી વલ્લભીપુર નહેરે છેલ્લા બે વર્ષમાં ૮ માનવો ને ભરખી ગઈ
તાજેતરમાં અમદાવાદના ત્રણ યુવાનો ના મોત નીપજ્યા : નાહવા પડતા માનવો નો ભોગ લેતી કેનાલ ઉપર ચેતવણીના બોર્ડ મુકવા ધંધુકા તાલુકા પંચાયત ના પ્રમુખ જયશ્રીબા ચુડાસમા એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી વલ્લભીપુર કેનાલ અત્યંત જોખમી પુરવાર થઇ રહી છે તાજેતરમાં અમદાવાદના ૩ યુવાન સહિત છેલ્લા બે વર્ષમાં
૮ વ્યક્તિના ડૂબી જતા મોત થઇ ચૂક્યા છે . પાણી ભરવા હાથ - પગ ધોવા કે ન્હાવા પડનારાઓને આ નર્મદા કેનાલ મોતના મુખમાં ખેંચી રહી હોવાના બનાવોએ અનેક પરીવાર મા શોક ફેલાવ્યો છે.
તેમ છતાં કેનાલ ઉપર ચેતવણી ના બોર્ડ મુકવાની તસદી તંત્ર દ્વારા લેવામાં આવી નથી . જેથી આ અંગે ધંધુકા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા નર્મદા નહેર વિભાગની સૌરાષ્ટ્ર શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી માગણી કરવામાં આવી છે કે લોકોને મોતના મુખમાં ધકેલાતા બચાવવવા માટે વલ્લભીપુર કેનાલના પુલ ઉપર તાકિદે ચેતવણીના બોર્ડ મુકવામાં આવે પ્રમુખે આ અંગે પોલીસ મથક દ્વારા વિગતો મેળવી જણાવ્યું હતું કે ગત અઠવાડિયે અમદાવાદ ના ૩ યુવાનો આ કેનાલમાં નાહવા પડતા ડૂબી ગયા હતા આ બનાવ સાથે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કેનાલમાં ડૂબી જવાથી ૮ વ્યક્તિના મોત થઇ ચૂક્યા છે અંગેની વિગતો એવી છે કે ધંધુકા તાલુકા પંચાયતના પ્રમુખ જયશ્રીબા ચુડાસમા એ ધંધુકાની નર્મદા વસાહતના સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે . તેમાં જણાવાયુ છે કે ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વલ્લભીપુર કેનાલ પસાર થાય છે . તેમાં પાણીનો પ્રવાહ વધારે હોવાના બનાવો બને છે . જેથી આ કેનાલના પુલની બન્ને બાજુ એ ચેતવણી ના બોર્ડ -હોર્ડીંગ્સ મૂકવાનું આવશ્યક બન્યું છે
તેમણે એમ પણ જણાવ્યું છે કે સરકારની ગ્રાન્ટ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટમાંથી ગ્રીલ અથવા બચાવ માટેની સાંકળ બન્ને બાજુએ મુકવાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તો
માનવીની જાનહાની નિવારી શકાય તેમ છે તેમણે પત્રમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે ભડિયાદ દરગાહ અને સર મુબારક સહિતના ધાર્મિક સ્થળો પર યાત્રાળુઓને નર્મદા કેનાલમાં ન્હાવા ઉતરવુ નહીં , તેવા ચેતવણી આપતા બોર્ડ મુકવાની પણ આવશ્યકતા છે .
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.