રાજકોટના લોકમેળામાં સ્ટોલ પ્લોટ ધારકે ફરજીયાત ફાયર એક્સ્ટિંગ્યુશર રાખવાના રહેશે સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવા માગતા અરજદારો માટે સૂચના જારી રાઈડ્સનો વીમો લેવાનો રહેશે, સ્વચ્છતા જાળવવી, સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ - At This Time

રાજકોટના લોકમેળામાં સ્ટોલ પ્લોટ ધારકે ફરજીયાત ફાયર એક્સ્ટિંગ્યુશર રાખવાના રહેશે સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવા માગતા અરજદારો માટે સૂચના જારી રાઈડ્સનો વીમો લેવાનો રહેશે, સ્વચ્છતા જાળવવી, સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ


રાજકોટ તા. ૧૧ જુલાઈ રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં ધંધાર્થે સ્ટોલ લેવા માગતા અરજદારોએ ભરવાના ફોર્મ બાબતે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા નાયબ કલેક્ટર રાજકોટ-૧ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.
જેમાં જણાવાયું છે કે, લોકમેળાના દરેક સ્ટોલ ધારકે ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને તેનું રેકોર્ડિંગ ૩૦ દિવસ સુધી સાચવવાનું રહેશે. લોકમેળાના દરેક નાના સ્ટોલ/પ્લોટ ધારકે એક ફાયર એક્સ્ટિંગ્યુશર અને મોટા રાઇડ્સ, સ્ટોલ/ પ્લોટ ધારકે બે ફાયર એક્સ્ટિંગ્યુશર લગાવવાના રહેશે.
લોકમેળાના યાંત્રિક રાઈડસધારકોએ કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે વીમો લેવાનો રહેશે. યાંત્રિક રાઈડ્સધારકોએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાના રહેશે. યાંત્રિક રાઇડસ ધારકોને ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ વીજજોડાણ આપવામાં આવશે. તમામ રાઇડસ ધારકોએ ઈ.એલ.સી.બી. લગાવવાના રહેશે.
લોકમેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ હોવાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક વાપરી શકાશે નહીં. દરેક સ્ટોલધારકોએ ફાળવેલી જગ્યા પાસે એક ડસ્ટબીન ફરજીયાત પણે મુકવાની રહેશે. લોકમેળા દરમિયાન પણ આ ડસ્ટબિનમાંથી કચરો એકઠો કરી મોટી કચરાપેટીમાં લઈને નિકાલ માટે વ્યવસ્થા કરવાની રહેશે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટ ધારકોએ સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ, જીએસટી ભરવાનો રહેશે. ઉપરાંત કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે સરકારશ્રીના પ્રવર્તમાન એસ.ઓ.પી.– નિયમો તથા સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.