બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ ખાણી પીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર ખાદ્ય તેલનુ કરાયુ ચેકિંગ
બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ ખાણી પીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર ખાદ્ય તેલનુ કરાયુ ચેકિંગ
બોટાદમાં નગરપાલિકા દ્વારા વિવિધ ખાણી પીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ફરસાણ બનાવનાર દુકાનદારોની દુકાનો પર જઈને ખાદ્ય તેલનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તળવા માટે લેવામાં આવતા તેલનુ ઓઈલ ટેસ્ટીંગ મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચકાસણી દરમિયાન કેટલાક ફરસાણના ધંધાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતુ તેલ વધુ પડતા ઉપયોગના કારણે બિનઆરોગ્યપ્રદ છે તેવું સાબિત થતા તે ખાદ્ય તેલનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ખાદ્ય પદાર્થો બનાવનાર તમામને તળવા માટે સતત એકના એક તેલનો અમર્યાદિત રીતે ઉપયોગ ન કરવા સુચના આપવામા આવી હતી. તેમજ આગામી સમયમાં જો બિનઆરોગ્યપ્રદ તેલ વપરાશ કરનાર પકડાશે તો તેની સામે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થવન ગોસ્વામી દ્વારા ટકોર કરવામા આવી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.