ધંધુકાના પ્લોટ વિસ્તારના લોકો ગટરના ગંદા પાણી મિશ્રિત નીરથી તરસ છીપાવવા મજબુર. - At This Time

ધંધુકાના પ્લોટ વિસ્તારના લોકો ગટરના ગંદા પાણી મિશ્રિત નીરથી તરસ છીપાવવા મજબુર.


ધંધુકાના પ્લોટ વિસ્તારના લોકો ગટરના ગંદા પાણી મિશ્રિત નીરથી તરસ છીપાવવા મજબુર.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરના પ્લોટ વિસ્તારમાં આવેલ 50 જેટલાં ઘરોમાં પાછલા 20 દિવસથી ગટરના ગંદા પાણી દુર્ગંધ મારતા પાણીથી લોકો પરેશાન છે. પાલિકા તંત્રને રજુઆત કરવા છતાં ગંદા પાણી અને ભૂગર્ભ ગટરના પ્રશ્નો વધુને વધુ જટિલ બન્યા છે. ગંદા દુર્ગંધ મારતા પાણીને કારણે આ વિસ્તારના લોકો પાણીજન્ય રોગથી પીડાઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં એક જ શેરીના 50 મકાનોમાં ગટરના ગંદા પાણી લોકો બીમાર પાડવાનું કારણ બન્યા છે. અગાઉ એક માસ સુધી પાણી જ ન આવ્યું, વારંવારની રજુઆત છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા અને સ્થાનિકોએ પોતાના સ્વ ખર્ચે પાણીની લાઈન રીપેર કરી પાણી તો ચાલુ કર્યું પરંતુ ઘરોમાં ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી આવી રહ્યા છે. હાલ આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે અને લોકો ને જે નુકશાન થશે તેની જવાબદારી પાલિકા તંત્ર અને જે તે કર્મચારીની રહેશે તેવું જણાવ્યું હતું. જો આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.