ગાંધીગ્રામના PSI સહિત બે સામે ફોજદારી કેસ રજિસ્ટરે લેવા હુકમ - At This Time

ગાંધીગ્રામના PSI સહિત બે સામે ફોજદારી કેસ રજિસ્ટરે લેવા હુકમ


મુદ્ામાલમાં સિંગના બદલે કપાસિયા તેલ આપી વેપારીને માર માર્યો હતો.

છેતરપિંડીના ગુનામાં કબજે કરેલો અસલી મુદ્દામાલને બદલે અન્ય મુદ્દામાલ બળજબરીથી આપી ખુદ ફરિયાદીને માર મારનાર ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જનકસિંહ જી. રાણા અને અન્ય એક કર્મચારી કિશોર લક્ષ્મણભાઇ ઘુઘલ સામે ફોજદારી કેસ રજિસ્ટરે લેવા અદાલતે હુકમ કરી બંને સામે પ્રોસેસ ઇસ્યૂ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી અદાલતને ગેરમાર્ગે દોરતા ગાંધીગ્રામ પોલીસ સામે અદાલતે અંતે કડક વલણ અપનાવતા રાજકોટ સિટી પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.