વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા - At This Time

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા


વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા

દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે બનાસ નદીના પટ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં:---કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાઠાં જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599 ફૂટ એટલે કે ડેમ 85 ટકાથી વધુ ભરાતા આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલાવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટી નજીક 599 ફૂટ ભરાતા આજે ડેમના દરવાજા ખોલી ડેમમાંથી 2500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમણે જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે, આજે દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે બનાસ નદીના પટ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. નદીમાં ન્હાવા માટે ન જવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું જોખમી હોઈ એમ નહીં કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
આ પ્રસંગે ધારાસભ્યો સર્વશ્રી પ્રવિણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ,રાજ્યસભા પૂર્વ સાંસદશ્રી દિનેશચંદ્ર અનાવાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.