લૂંટો ભાઈ લૂંટો આવો લાગ ફરી નહિ મળે અમરેલી મહુવા જેતપુર નવા નિર્માણ થનાર ૪ માર્ગીય નેશનલ હાઈવે. નોટિફેકશન પૂર્વે જિલ્લા સાંસદ જિલ્લા કલેકટર અમરેલી રોડ વિભાગના અધિકારી એ પુજીપતિ સાથે સોદા પાડી માત્ર-૩ મહિનામાં થયેલ ઢગલાબંધ બિનખેતી જમીન કરી સરકારી નાણાનું કરોડોનું કૌભાંડ - At This Time

લૂંટો ભાઈ લૂંટો આવો લાગ ફરી નહિ મળે અમરેલી મહુવા જેતપુર નવા નિર્માણ થનાર ૪ માર્ગીય નેશનલ હાઈવે. નોટિફેકશન પૂર્વે જિલ્લા સાંસદ જિલ્લા કલેકટર અમરેલી રોડ વિભાગના અધિકારી એ પુજીપતિ સાથે સોદા પાડી માત્ર-૩ મહિનામાં થયેલ ઢગલાબંધ બિનખેતી જમીન કરી સરકારી નાણાનું કરોડોનું કૌભાંડ


લૂંટો ભાઈ લૂંટો આવો લાગ ફરી નહિ મળે

અમરેલી મહુવા જેતપુર નવા નિર્માણ થનાર ૪ માર્ગીય નેશનલ હાઈવે. નોટિફેકશન પૂર્વે

જિલ્લા સાંસદ જિલ્લા કલેકટર અમરેલી રોડ વિભાગના અધિકારી એ પુજીપતિ સાથે સોદા પાડી

માત્ર-૩ મહિનામાં થયેલ ઢગલાબંધ બિનખેતી જમીન કરી સરકારી નાણાનું કરોડોનું કૌભાંડ

અમરેલી જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ પી એમ ઓ કચેરી ને રોડ સંપાદન માં થયેલ કરોડો કૌભાંડ ની તપાસ ની માંગ કરી
નરેન્દ્રભાઈ મોદિ સાહેબ, વડાપ્રધાનશ્રી કાર્યાલય–(પીએમઓ) ભારત સરકાર નવી દિલ્હી ને લેખિત સિલસીલા બંધ વિગતો સાથે ફરિયાદ કરી
અમરેલી મહુવા જેતપુર નવા નિર્માણ થનાર ૪ માર્ગીય નેશનલ હાઈવે. નોટિફેકશન પુવે સાંસદ કાછડીયા, જિલ્લા કલેકટર અમરેલી અને રોડ. વિભાગના અધિકારીઓના મેળાપીપણાથી ઉચા વળતર માટે માત્ર-૩ મહિનામાં થયેલ ઢગલાબંધ બિનખેતી જમીન કરી સરકારી નાણાનું કરોડોનું કૌભાંડની તાત્કાલીક તપાસ થવા બાબત ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવિીદિલ્હી દ્રારા તા. ૨૨/૧૧/૨૦૨૩ ના મહુવા—અમરેલી સાવરકુંડલા- બગસરા વડિયા- જેતપુર ૪(ચાર) માર્ગીય) બનાવવા માટે જમીન સંપાદન અને જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે પુર્વ ઘણા સમયથી આ રોડનો પ્રાથમિક સર્વે ચાલી રહયો હતો જેની જાણ તલાટીથી લઈ કલેકટરશ્રી અને સાંસદશ્રીને જાણ હતી જેમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ પુંજીપતિઓ અને રોડ વિભાગના અધિકારીઓ અને કલેકટરશ્રીના મેળાપીપણાથી આ હાઈવે લગત જમીનોના ઉંચા વળતર માટે માત્ર ૩ મહિનાઓમાં અલગ અલગ નામે સોદાઓ પાડી ખેડુતો સાથે બેઠકો સાંસદ દ્વારા કરી એમઓયુ કરી રોડમાં કપાત જમીનો બિનખેતીમાં તાત્કાલીક ફેરવી રાષ્ટ્રના નાણાનું વળતર મેળવવા માટેનું ષડયંત્ર ગોઠવી ભારત સરકારનું નાણું મેળવવા ગોઠવણ કરવામાં આવી છે. આમાં સાંસદે પોતાની માલીકીની મોજે ચરખડીયા તા.સાવરકુંડલા જી.અમરેલી ગામની જમીન સર્વે નંબર. ૩૩૨ ખાતા નં. ૧૬૪ ક્ષેત્રફળ ૯.૧૩૩.૦૦ ચો.મી. પૈકી ૫.૦૦૦/- ચો.મી. બિનખેતી કરેલ છે. જેની નોંધ તા.૧૬/૧૧/૨૦૨૩ ના પડેલ છે. તેમજ મોજે સાવરકુંડલા તા.સાવરકુંડલા જી.અમરેલી ખાતેની સર્વે નંબર. ૧૫૦ પૈકી ૨ ખાતા નં. ૮૨૪ ક્ષેત્રફળ ૧૯.૪૨૫.૦૦ ચો.મી. પૈકીની ૮.૦૯૪ ચો.મી. બિનખેતી તા.૧૮/૭/૨૦૨૩ ની નોંધ કરેલ છે.તેમજ નિવૃત એ. ટી.ડી.ઓ. રહે. સાવરકુંડલા વૃંદાવન સોસાયટી તા.જી.અમરેલી હર્ષદ મધુકાંત દવેના નામથી તેમજ તપનભાઈ હર્ષદભાઈ દવે નામથી તાત્કાલીક લાપાળીયા તા.અમરેલી જી.અમરેલી ગામની જમીન સર્વે નંબર. ૩૬૦ જુનો સર્વે નંબર. ૩૧ ક્ષેત્રફળ ૪,૨૫૨ ચો.મી. બિનખેતી તા. ૨૧/૧૦/૨૦૨૩ મોજે લાપાળીયા તા. અમરેલી જી.અમરેલી સર્વે નંબર. ૨૩૪ જુનો ૯૨/૨ ક્ષેત્રફળ ૧૪૪૫ ચો.મી. બિનખેતી તા. ૨૦/૧૦/૨૦૨૩ ક્ષેત્રફળ ૫.૫૦ર બિનખેતી તા. ૨૩/૧૦/૨૦૨૩ તેમજ હર્ષદભાઈ મધુકાંતભાઈ દવે મોજે મોટા ગોખરવાળા તા.અમરેલી જી.અમરેલી સર્વે નંબર. ૧૧પૈકી-૧ ક્ષેત્રફળ ૩,૫૪૧ ચો.મી. બિનખેતી તા.૧/૯/૨૦૨૩ મોજે મોટા ગોખરવાળા તા. અમરેલી જી. અમરેલી સર્વે નંબર. ૧૦/૧ પૈકી ૪,૧૪૮ ક્ષેત્રફળ ચો.મી. જમીન બિનખેતી તા. ૪/૯/૨૦૨૩ તેમજ ચરખડીયા તા. સાવરકુંડલા જી.અમરેલી ઓળીયા તા. સાવરકુંડલા જી.અમરેલી ગોખરવાળા મોટા –લાપાળીયા તેમજ ખીજડીયા નવા તા. અમરેલીમાં ખેડુતો સાથે સાવરકુંડલા વકિલ દવેની ઓફિસ પર બેઠક કરી ખેડુતો સાથે એમઓયુ સાંસદશ્રી નારણભાઈ કાછડીયાની હાજરીમાં કરી તાત્કાલીક ઢગલા બંધ જમીનો બિનખેતી કરી સરકારી નાણા હડપ કરવાનું ષડયંત્ર અધિકારીઓના મેળાપીપણાથી કરવામાં આવેલ હોય જેની ન્યાયીક તપાસ કરવા આદેશ થવા વિનંતી.સાથે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજય મુખ્ય મંત્રીશ્રી કાર્યાલય ગાંધીનગર.સહિત ને પત્ર પાઠવી ન્યાયિક તપાસ ની માંગ કરી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.