કોર્પોરેશનની ટેક્સ રિકવરી ઝુંબેશ; પાંચ મિલ્કત સીલ; 10ને જપ્તી નોટીસ: 20.32 લાખની વસુલાત
નાણાંકીય વર્ષના હવે છેલ્લા મહિનાઓમાં કોર્પોરેશને ટેક્સ રિકવરી પ્રક્રિયા વધુ કડક બનાવી છે. બાકી ટેક્સ વસુલાત માટે પાંચ મિલ્કતોને સીલ કરીને 10ને જપ્તી નોટીસ આપવામાં આવી હતી. રૂા.20.32 લાખની વસુલાત કરવામાં આવી હતી.
કોર્પોરેશનનો વેરા વસૂલાત સ્ટાફ આજે સવારથી વિવિધ વોર્ડમાં ત્રાટક્યો હતો ને લાંબા વખતથી મોટી રકમનો ટેક્સ નહીં ચૂકવતા આસામીઓને નિશાન બનાવ્યા હતા. આજે બપોરની સ્થિતિએ પાંચ મિલ્કતો સીલ કરીને 10ને જપ્તી નોટીસ ફટકારી હતી. ઉપરાંત વિવિધ આસામી પાસેથી 20.32 લાખની વસુલાત કરી હતી.
વોર્ડ નં.3માં બદરંગ ગલીમાં નિર્મલા ચેમ્બર, વોર્ડ નં.7માં ગ્રાઉન્ડ ફ્લોર પર 3 નંબરની દુકાન, ગોંડલ રોડ, અતુલ કોમ્પ્લેક્ષમાં 206 નંબરની ઓફિસ, સરદારનગર રોડ પર ગાર્ડન સ્પેસની ઓફિસમાંથી 1.10 લાખ, શેરી નં.9માં આવેલ યુનિટ પાસેથી 4.65 લાખની રિકવરી કરી હતી.
વોર્ડ નં.12માં ગોંડલ રોડ પર ગણેશ પાર્ક સ્થિત દુકાનમાં સીલની કાર્યવાહી કરાતા 70,000ની વસુલાત થઇ હતી. વોર્ડ નં.14માં બાપુનગરમાં એક યુનિટને સીલ કરાયું હતું જ્યારે અન્ય એક યુનિટ પાસેથી 2.85 લાખ, યાદવ ચેમ્બરના યુનિટ પાસેથી 1.98 લાખ, બાપુનગર શેરી નં.9ના યુનિટ પાસેથી 1.65 લાખ, ભક્તિનગર, સોસાયટીમાં શ્રીમદ્ ભવનની દુકાન પાસેથી 90860ની રિકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં.15માં પરધામ ઔદ્યોગિક વિસ્તારમાં 1 યુનિટને નોટીસ ફટકારાઇ હતી. વોર્ડ નં.18માં કોઠારીયા વરુણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે યુનિટમાં સીલની કાર્યવાહી થતાં 1.20 લાખ તથા ક્લાસીક ઇન્ડ. એરિયામાં સીલની કાર્યવાહી થતાં 84760ની રિકવરી થઇ હતી.
ચાલુ નાણાંકીય વર્ષમાં 1-એપ્રિલથી અત્યાર સુધીમાં 319.58 કરોડની ટેક્સ આવક થઇ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
