ભાવનગર રોડ પરથી ઓનલાઈન આઈડી પર તીનપતિનો જુગાર રમતો વેપારી ઝડપાયો
ભાવનગર રોડ પર મોબાઈલમાં ઓનલાઇન BETBHAI9.COM નામની આઈડી પર તીનપતિનો જુગાર રમતો વેપારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી રૂ.70 હજારની મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જુગાર અને ક્રિકેટ મેચ પર જુગાર રમતા શખ્સોને પકડવાની આપેલ સૂચનાથી એએસઆઈ સુરેશ જોગરાણા, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને મહેશ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાવનગર રોડ પર પીપળાવાળા ચા ના થડા આગળ એક શખ્સ ક્રિકેટ મેચ પર સટો રમે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળ પરથી સમીર ફારૂક કામદાર (ઉ.વ.32) (ધંધો.વેપાર) (રહે.શ્રીજીનગર શેરી નં.2 અમ્રાપાલી ફાટક પાસે રામેશ્વર ચોક) ની અટક કરી તેની પાસે રહેલ મોબાઈલમાં તપાસ કરતાં તેમાં BETBHAI9.COM નામની આઈડી પર કસીનો પર તીનપતિનો ઓનલાઈન જુગાર રમતો હોવાનું જાણવા મળતા પોલીસે રૂ.70 હજારના મુદ્દામાલ સાથે સમીરને દબોચી આઈડી કોની પાસેથી મેળવી તે અંગે પૂછપરછ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.