જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતોએ રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - At This Time

જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતોએ રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર


જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતોએ રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આપ્યું
આવેદનપત્ર

જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતોએ આજે રાજુલા ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ ગામના ખેડૂતો દ્વારા આ આવેદનપત્ર પાઠવવામાં આવેલ અને જેમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા આ ખેડૂતોની માલિકીની જગ્યામાં ગેસ પાઇપલાઇન નાખવાની બાબતોમાં આ ખેડૂતોએ આ એક આવેદનપત્ર પાઠવ્યું આ આવેદનમાં જણાવવામાં આવેલ છે માણસા ગામની ખેતીની જમીન ગુજરાત સ્ટેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જમીનના વપરાશી હક સંપાદન કરી ભૂગર્ભ ગેસ લાઈન બિછાવી કુદરતી ગેસનું પરિવહન કરી ગેસ પાઇપલાઇન નાખવાનું કામ થઈ રહ્યું છે ત્યારે ગામના ખેડૂતોની જાણ મુજબ જમીનનું સંપાદન એવોર્ડ હજુ સુધી કરવામાં આવેલ નથી અને ખેડૂતોને વળતરની કોઈ રકમ આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નથી અને તદ્દન ગેરકાયદેસર રીતે આ ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવાનું કામ થઈ રહ્યું હોય જેના મશીનના કારણે ખેડૂતોની જમીનને નુકસાન થઈ રહ્યું હોય અને જમીન માં વાવી શકે તેવી સ્થિતિમાં ન હોય કુટુંબનો જીવન નિર્વાહ ખેડૂતોનો આ જમીન ઉપર હોય તેથી આ ખેડૂતો પાસે બીજું કોઈ આવક ન હોય જેથી ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થઈ રહી હોય તેથી ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે તેમજ આજ દિન સુધી કોઈ એવોર્ડ થયેલ ના હોય અને તેની નકલ પણ ખેડૂતોને આપવામાં આવી નથી જે વળતર નક્કી થયું હોય તેની રકમ પણ ચૂકવવામાં આવેલ નથી આવા સંજોગોમાં આ કંપની કે કંપની ના કોઈ અધિકારી કે કોઈ માણસોને કે મજૂરો ને આ ખેડૂતો ની જમીનમાં પ્રવેશ કરવા નો કોઈ અધિકાર નથી અને ખેડૂતોની જમીનમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરતા હોય ત્યારે આ બાબતે આ ખેડૂતો દ્વારા રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને ધ્યાન દોરવા માં આવે છે અને ઉપરોક્ત તમામ બાબતોનું અમલ કરવામાં નહીં આવે તો ના છૂટકે ખેડૂતોની જમીનમાં પ્રવેશતા અને કામ કરતા અટકાવવામાં આવશે અને આ ખેડૂતનો હક છે અને જો કોઈ નુકસાન કે કોઈ કાર્યવાહી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીની અને જવાબદાર અધિકારી ની રહેશે એવું આ આવેદન પત્ર માં જણાવવામાં આવેલ છે આજના આ આવેદન પત્ર માં આ ગામના ખેડૂતો સાથે રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજ ધાખડા પણ હાજર રહેલા હતા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.