જસદણ જીઆઈડીસી મંગળવારે રજા પાળી કારીગરો સાથે મતદાન કરશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત રાજકોટ જીલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો આગામી લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે રાજકોટ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તડામાર કામગીરી કરાઈ રહી છે ત્યારે મતદારોને મતદાન પ્રત્યેની ઉદાસીનતા દુર કરી પોતાના મતની શકિતનું મૂલ્ય સમજીને ઉત્સાહપૂર્વક મતદાન માટે જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે આગામી તા.૭ મે ૨૦૨૪ ને મંગળવારના રોજ જસદણ જીઆઇડીસી એસોસિએશન હેઠળ આવતાં તમામ કારખાનાઓ સરકારની સુચના અનુસાર બંધ પાળી તમામ માલિકો અને કારીગરવર્ગ મતદાન કરી પોતાની ફરજ બજાવશે
તેમણે કહ્યું હતું કે લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારોએ પોતાની ભાગીદારી સુનિશ્ર્ચિત કરવા ઉત્સાહપૂર્વક આગળ આવી અવશ્ય મતદાન કરવું જોઈએ ખાસ કરીને ભુતકાળની મતદાનની ટકાવારી શહેરી મતદારોની ઉદાસીનતા દર્શાવે છે ત્યારે આગામી તા.૭ મે ને મંગળવારના રોજ હું અને મારો પરિવાર દેશ માટે મત આપવા જવાનો છું અને મત આપીશું તમે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના યોગ્ય ઉમેદવારને ઉત્સાહથી મત આપવા નમ્ર વિનંતી કરું છું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.