ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સીમમાંથી ડ્રીપ તથા ડીઝલની ચોરી કરતી ગેંગને પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ - At This Time

ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સીમમાંથી ડ્રીપ તથા ડીઝલની ચોરી કરતી ગેંગને પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ


મ્હે.પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ ચોરી,લુંટ,ધાડ જેવા મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને અનડીટેકટ ગુન્હાઓ ડીટેક્ટ કરી તાત્કાલીક અસરથી ચોર મુદામાલ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. એમ.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. જી.જે.ગોહિલ તથા ગઢડા પોલીસ સ્ટાફ નાઓ ગઢડા પો.સ્ટે.ના અલગ અલગ ગામની સીમમાંથી ડ્રીપના બંડલો તથા ડીઝલની ચોરી થયેલ હોય જે ચોર મુદામાલની તપાસ અંગે પેટ્રલીંગમાં હોય તે દરમ્યાન ચોકકસ બાતમી આધારે ગઢડા તાલુકાના હોળાયા ગામની સીમમાંથી ચોર ઇસમોને ડ્રીપના બંડલો તથા ડીઝલના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરી કુલ-૩ ગુન્હાઓ ડીટેકટ કરવામાં આવેલ છે.આરોપીની વિગતઃ-(૧) મુકેશભાઇ ઉર્ફે હકો હરેશભાઇ પારેખ ઉવ.૩૮ રહે.હોળાયા ગામ તા.ગઢડા જી.બોટાદ(૨) અશોકભાઇ બાબુભાઇ ઓળકીયા ઉવ.૨૬ રહે.હોળાયા ગામ તા.ગઢડા જી.બોટાદ(3) મહેશભાઇ ધીરૂભાઇ ખાચર ઉવ.૨૫ રહે.હોળાયા ગામ તા.ગઢડા જી.બોટાદ(૪) મોહનભાઇ રામજીભાઇ ઓળકીયા ઉવ.૩૬ રહે.હોળાયા ગામ તા.ગઢડા જી.બોટાદ મુદામાલ-(૧) પેરાગોન કંપનીની ૫૦૦ મીટર લંબાઇના પાઇપ વાળી ડ્રીપના બંડલ નંગ-૪ કિ.રૂ.૧૬,૦૦૦/- ના મળી આવેલ જે તમામ આરોપીઓએ ગાળા ગામની સીમમાંથી ચોરી કરેલ હોય જે અંગે ગઢડા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૦૦૦૬૨૪૦૭૬૬ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબથી ગુન્હો રજી. થયેલ છે.(૨) પેરાગોન કંપનીની પ૦૦ મીટર લંબાઇના પાઇપ વાળી ડ્રીપના બંડલ નંગ-૬ કિ.રૂ.૨૨,૮૦૦/- ના મળી આવેલ જે આરોપી નં.૧ થી ૩ ઓએ પીપળીયા ગામની સીમમાંથી ચોરી કરેલ હોય જે અંગે ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૬૨૪૦૭૭૫ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબથી ગુન્હો રજી. થયેલ છે.(3)ડિઝલ ભરેલ ૨૦૦ લીટરના બેરલ નંગ-૩ મળી કુલ ડીઝલ ૬૦૦ લીટર કિ.રૂ.૫૩,૭૦૦/- નું મળી આવેલ જે આરોપી નં.૧,૨ નાએ ખોપાળા ગામની સીમમાં તળાવની કામગીરી કરતા હીટાચી મશીનમાંથી ડીઝલ ચોરી કરેલ હોય જે અંગે ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૬૨૪૦૭૭૬ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબથી ગુન્હો રજી. થયેલ છે.(૪) એક ગોલ્ડન કલરની સ્વિફટ ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/-(૫) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૪૦૦૦-કુલ મુદામાલ કિ.રૂ. ૨,૮૬,૫૦૦/-


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.