રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પની શરૂઆત. - At This Time

રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પની શરૂઆત.


રાજકોટ શહેર તા.૧૭/૧/૨૦૨૫ ના રોજ દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે અન્વયે રાજકોટ મહાનગરમાં આજે ગુરુવારે જૂની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો હતો. જેનો વોર્ડ.૧ થી ૭ના ૪૦૦થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો હતો. રાજકોટના પ્રાંત-૧ અધિકારી ચાંદની પરમારની યાદીમાં જણાવ્યા પ્રમાણે દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ મળી રહે, તેવા ઉદેશ્ય સાથે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારતની ADIP સ્કીમ હેઠળ દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી બે દિવસ સુધી ચાલશે. અલીમ્કો-ઉજ્જૈનના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ગુરુવારે ૧૬મી જાન્યુઆરીએ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧થી ૭ના કુલ ૪૨૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં ૧૫૯ લાભાર્થીઓના નવા ડોક્ટરી સર્ટી/UDID ઇસ્યુ કરવામાં આવ્યા. જ્યારે બે PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૩ આભા કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આ સાથે આવકના ૨૨૩ દાખલા કાઢવામાં આવ્યા હતા. એલિમ્કો દ્વારા મોટરાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્હીલચેર, TLM કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સેલ ફોન, ADL કીટ, ફોલ્ડેબલ વોકર, જોયસ્ટીક વ્હિલચેર, ટ્રીપોડ સાઇઝ વગેરે ૨૬૫ લાભાર્થીઓને સહાયક ઉપકરણ મંજુર કરવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૨૨ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભો મંજુર કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, રાજકોટ મહાનગરમાં હજુ બે દિવસ જૂની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે સવારે ૯ થી સાંજે પ સુધીમાં દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭મી જાન્યુ.એ વોર્ડ નં.૮થી ૧૪ના દિવ્યાંગજનોએ તથા ૧૮મી જાન્યુ.એ વોર્ડ નં.૧૫થી ૨૩ના દિવ્યાંગજનો કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગર બાદ ઉપલેટા તાલુકાનો દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ ૨૦મી જાન્યુઆરીએ સવારે ૯થી પાંચ સુધી સરકારી હોસ્પિટલ ખાતે યોજવામાં આવશે. જ્યારે ધોરજી તાલુકાનો કેમ્પ ૨૧મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે. જેતપુર તાલુકાનો કેમ્પ ૨૨મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image