મહારાષ્ટ્રમાં MVAને ઝટકો, સપા ઉદ્ધવથી અલગ થઈ:બાબરી વિધ્વંસ પર ગર્વ… ભડક્યા અબુ આઝમી; કહ્યું- તમારામાં અને ભાજપમાં કોઈ ફરક નથી
બાબરી મસ્જિદ મુદ્દાને લગતી શિવસેના (UBT)ની અખબારમાં એક જાહેરાત અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે મહારાષ્ટ્રમાં ઈન્ડિયા ગઠબંધનમાં ભંગાણ થયું છે. સમાજવાદી પાર્ટીએ શનિવારે જાહેરાત કરી છે કે તે મહારાષ્ટ્રમાં MVAથી અલગ થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે શિવસેના (યુબીટી) અને ભાજપ વચ્ચે કોઈ ફરક નથી. ખરેખરમાં શિવસેનાએ અખબારમાં એક જાહેરાત આપી હતી જેમાં બાબરી મસ્જિદ તોડી પાડનારાઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ સાથે ઉદ્ધવ ઠાકરેના નજીકના મિલિંદ નાર્વેકરે પણ આ અંગે X પોસ્ટ કરી હતી. આ અંગે મહારાષ્ટ્રમાં સમાજવાદી પ્રમુખ અબુ આઝમીએ કહ્યું- 'શિવસેના (UBT) એ અખબારમાં એક જાહેરાત આપી હતી જેમાં બાબરી મસ્જિદ તોડી પાડનારાઓને અભિનંદન આપ્યા હતા. ઉદ્ધવની નજીકની વ્યક્તિએ X પર પોસ્ટ કરીને મસ્જિદ તોડી પાડવાની પ્રશંસા કરી હતી. અમે MVA થી અલગ થઈ રહ્યા છીએ. હું આ અંગે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે વાત કરી રહ્યો છું. અબુ આઝમીએ કહ્યું- શા માટે MVA સાથે ગઠબંધનમાં રહીએ? સોશિયલ મીડિયા પોસ્ટમાં મિલિંદ નાર્વેકરે બાબરી મસ્જિદ ધ્વંસની તસવીર સાથે શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની તસવીર સાથે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે- જેમણે આ કર્યું તેમના પર મને ગર્વ છે. આ પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને મિલિંદ નાર્વેકરની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી. આ અંગે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ આઝમીએ આ પોસ્ટ મામલે કહ્યું કે જો MVAમાં કોઈ આવી વાત કરી શકે છે તો તેમના અને ભાજપમાં શું ફરક છે? શા માટે અમારે તેમની સાથે ગઠબંધનમાં રહેવું જોઈએ? અબુ આઝમીએ કહ્યું- બાબરી મસ્જિદ તોડીને બંધારણનું પાલન કરવામાં આવ્યું ન હતું 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર અબુ આઝમીએ કહ્યું હતું - 'અમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ કે અમે બાબા સાહેબે બનાવેલા બંધારણનું પાલન કરીએ છીએ. જો કે બાબરી મસ્જિદના મામલામાં બંધારણનું પાલન કરવામાં આવ્યું ન હતું. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બહુમતી ઈચ્છે છે કે બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર બને. બહુમતી ઇચ્છે છે, બંધારણ નહીં. જો મેજોરિટીથી નિર્ણય લેવામાં આવશે તો અમે હંમેશા માઈનોરિટીમાં રહીશું. નિર્ણય હંમેશા અમારી વિરુદ્ધ રહેશે. અને શા માટે 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી? એ બતાવવા માટે કે અમે બંધારણમાં માનતા નથી. મહારાષ્ટ્રમાં સપા પાસે બે બેઠકો છે
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીની બે બેઠકો છે. અબુ આઝમીએ માનખુર્દ શિવાજી નગર બેઠક પર NCPના નવાબ મલિકને 12,753 મતથી હરાવીને તેમની બેઠક જાળવી રાખી હતી. તેમજ, ભિવંડી પૂર્વ બેઠક પર, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ કાસમ શેઠે શિવસેનાના મંજૈયા શેટ્ટીને 50 હજાર મતોથી હરાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.