લખતર ગામના આથમણા દરવાજા પાસે ભર ઉનાળે ખરા બપોરે નર્મદાના પાણીની નદી વહી - At This Time

લખતર ગામના આથમણા દરવાજા પાસે ભર ઉનાળે ખરા બપોરે નર્મદાના પાણીની નદી વહી


લખતર ગામના આથમણા દરવાજા પાસે ભર ઉનાળે ખરા બપોરે નર્મદાના પાણીની નદી વહી પાણી સમિતિ અને વાસમો દ્વારા નાખવામાં આવેલી નવી પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ થતા જળ બચાવો જળ તમને બચાવશે સ્લોગનના લીરેલીરાસરકાર દ્વારા જિલ્લા મથકથી લઈને ગામડાના લોકોને પાણી બાબતે કોઈ તકલીફ નાપડે દરેક ઘરે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમાટે જલસે નલ તક યોજના અંતર્ગત નવી પાણી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ત્યારે લખતર ગામમાં ગ્રામ પંચાયત પાણી સમિતિ અને વાસમો દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે વાસમો દ્વારા માહિતી આયોગમાં આપવામાં આવેલ માહિતી મુજબ ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા ત્રણ ફૂટના બદલે એક દોઢ ફૂટ ઊંડી પાઇપલાઇન નાખવા મંજૂરી આપી હતી હાલ લખતર ગામમાં પ્લાન મુજબ પાણીની નવી પાઇપલાઇન નાખવામાં નહિ આવી હોવાથી નવી પાઇપલાઇનનું લોકાર્પણ કરાયા પહેલા અને ટેન્ડરમાં વર્ણવ્યા મુજબ હાઇડ્રો ટેસ્ટ કરાયા પહેલા દરરોજ નવી નવી જગ્યાએ લીકેજ થાય છે ત્યારે આથમણા દરવાજા પાસે નવી પાઇપલાઇન લીકેજ થતા આથમણા દરવાજા પાસે ખરા ઉનાળે ખરા બપોરે નર્મદાના નીર નો વેડફાટ થયો હતો ત્યારે આથમણા દરવાજા પાસેથી કેસરિયા રોડ ઉપર આવેલ સમાજ મંદિર સુધી નર્મદાના નીર ભરાઈ ગયા હતા સાથે સરકારના જળ એજ જીવન જળ બચાવો જળ તમને બચાવશે સ્લોગનના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા હતા

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.