સંગીતકાર એઆર રહેમાન ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં:છાતીમાં દુખાવો થતાં એન્જિયોગ્રાફી કરાઈ, હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ
પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થતાં ચેન્નઈના ગ્રિમ્સ રોડ પરની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રખ્યાત અને ઓસ્કાર વિજેતા સંગીતકાર હાલમાં પ્રખ્યાત અપોલો હોસ્પિટલમાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે, જ્યાં ડોક્ટરો તેમની નજીકથી સંભાળ રાખી રહ્યા છે. તેમની સ્થિતિ વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રહેમાન હાલમાં 58 વર્ષના છે. આ ઘટના એ.આર. રહેમાનની ભૂતપૂર્વ પત્ની સાયરા બાનુને તબીબી ઇમર્જન્સી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના થોડા અઠવાડિયાં પછી જ સામે આવી છે. થોડા દિવસ પહેલાં જ તેમની સર્જરી થઈ હતી. ત્યારથી સાયરા તેમનાં કાનૂની સલાહકાર વંદના શાહે જારી કરાયેલા એક નિવેદન દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ્સ આપી રહ્યાં છે. સાયરા બાનોની સર્જરી થઈ હતી
સાયરા રહેમાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એ.આર. રહેમાન અને અન્ય લોકોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'થોડા દિવસો પહેલાં સાયરા રહેમાનને તબીબી ઇમર્જન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમની સર્જરી કરવામાં આવી હતી. આ પડકારજનક સમયમાં તેમનું એકમાત્ર ધ્યાન જલદી સ્વસ્થ થવા પર છે. તે પોતાની આસપાસના લોકોની ચિંતા અને સમર્થનની કદર કરે છે અને ઘણા શુભેચ્છકો અને સમર્થકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરે છે.' પૂર્વ પત્નીએ નિવેદન બહાર પાડ્યું
નિવેદનમાં આગળ લખ્યું છે કે 'સાયરા રહેમાન લોસ એન્જલસમાં તેના મિત્રો, રસુલ પુકુટ્ટી અને તેની પત્ની શાદિયા તેમજ વંદના શાહ અને એઆર રહેમાનની આભારી છે. આ મુશ્કેલ સમયમાં તેમણે તેને અવિરત ટેકો આપ્યો. ભગવાન તેમને આશીર્વાદ આપે.' રહેમાન અને તેની પત્ની અલગ થઈ ગયાં
એ.આર. રહેમાન અને સાયરા બાનોનાં લગ્ન 1995માં થયાં હતાં. તેમને ત્રણ બાળકો છે, બે પુત્રીઓ- ખાતીજા અને રહીમા અને એક પુત્ર, જેનું નામ અમીન રહેમાન છે, જોકે આ દંપતીએ નવેમ્બર 2024માં એક સંયુક્ત નિવેદન દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી. થોડા સમય પહેલાં પૂર્વ પત્નીને દાખલ કરાઈ હતી
તાજેતરમાં એ.આર. રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને પણ મેડિકલ ઈમર્જન્સીને કારણે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. બે ઓસ્કાર જીતનાર એકમાત્ર ભારતીય
એ.આર. રહેમાનને ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરના ગીત "જય હો" માટે બે ઓસ્કાર મળ્યા હતા. તેઓ બે ઓસ્કાર જીતનારા પ્રથમ અને એકમાત્ર ભારતીય છે. રહેમાને 2 ગ્રેમી એવોર્ડ પણ જીત્યા છે. એ.આર. રહેમાન સંબંધિત 7 રસપ્રદ વાતો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
