અમદાવાદ પૂર્વ સાથે મ્યુનિ.તંત્રનો અન્યાય, નારોલ વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તા મામલે કોંગ્રસ દ્વારા અનોખો વિરોધ
અમદાવાદ,ગુરુવાર,25 ઓગસ્ટ,2022બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી માસિક
સામાન્ય સભામાં શહેરમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર પસ્તાળ પાડવામાં આવી
હતી.ગુરુવારે શહેરના નારોલ વિસ્તારમાં વિપક્ષનેતા દ્વારા રાઉન્ડ લેવામાં આવતા અનેક
રસ્તા ઉબડખાબડ જોવા મળતા કોંગ્રેસ દ્વારા વિવિધ સ્થળોએ મેયર કીરીટ પરમાર માર્ગ
લખેલા વિવિધ બેનરો પ્રદર્શિત કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં
વર્ષ-૨૦૧૯-૨૦માં સાત ઝોનમાં ૧૩૫૬૯૪કીલો
મીટર લંબાઈના ૩૩૧ અને રોડ પ્રોજેકટ દ્વારા ૧૭૪૯૧૯કીલો મીટર લંબાઈના ૩૦ રોડ
મળી કુલ ૧૭૪૯૧૯કીલો મીટર લંબાઈના કુલ ૩૬૧ રોડ રીસરફેસ કરવામાં આવ્યાં
હતા.વર્ષ-૨૦૨૦-૨૧માં સાત ઝોનમાં ૧૩૭૩૯૨ કીલોમીટર લંબાઈનાં ૩૪૩ અને રોડ પ્રોજેકટ
દ્વારા ૩૪૨૦૧ કીલોમીટર લંબાઈના ૩૪ રોડ મળી કુલ ૧૭૧૫૯૩ મીટર લંબાઈના ૩૭૭ રોડ
રીસરફેસ કરવામાં આવ્યા હતા.વર્ષ-૨૦૨૧-૨૨માં ૧૩૯૯૮૭ કીલોમીટર લંબાઈના કુલ ૨૪૫ રોડ જ
રીસરફેસ કરવામાં આવ્યાં છે.ત્રણ વર્ષમાં સાત ઝોન અને રોડ પ્રોજેકટ દ્વારા ૪૮૬.૪૯
કીલોમીટર લંબાઈના કુલ ૯૮૩ રોડ રીસરફેસ કરવામાં આવ્યાં છે.
તુટેલા રસ્તાઓને લઈને શહેરીજનોને વારંવાર હાઈકોર્ટ સમક્ષ
જઈને ન્યાય માંગવો પડી રહયો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિપક્ષનેતા શહેજાદખાન
પઠાણે કોંગ્રેસના કોર્પોરેટરો અને સ્થાનિક રહીશોને સાથે રાખી નારોલ વિસ્તારમાં
આવેલા વિવિધ રસ્તાઓની પરિસ્થિતિને લઈ રાઉન્ડ લીધો હતો.વિપક્ષનેતાએ આપેલી
પ્રતિક્રીયા મુજબ, શહેરના
નદીપાર આવેલા વિસ્તારોમાં રોડ રીસરફેસીંગની કાર્યવાહી ઝડપથી કરવામાં આવી રહી
છે.બીજી તરફ અમદાવાદ પૂર્વમાં આવેલા નારોલ સહિતના અન્ય વિસ્તારમાં ગરીબ અને મધ્યમ
વર્ગના લોકો વસવાટ કરી રહયા હોવાથી વરસાદ બંધ થયા બાદ પણ તંત્ર તરફથી રોડના
પેચવર્ક કે રોડ રીસરફેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.