મ્યુનિ.સ્કૂલના બાળકોએ 600 ફૂટના તિરંગાની યાત્રા કાઢી
અમદાવાદ, તા.10 ઓગષ્ટ 2022, બુધવારઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મ્યુનિ.સ્કૂલ બોર્ડ દ્વારા ટાગોર હોલથી પાલડી ચાર રસ્તા સુધી ૬૦૦ ફૂટની લંબાઇના ભવ્ય તિરંગાની યાત્રા કઢાઇ હતી. જેમાં ૧,૨૭૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ટાગોર હોલમાં દેશભક્તિ સમુહ ગાન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પૂર્વ અમદાવાદની ખોખરા પબ્લિક સ્કૂલ પ્રથમ ક્રમે, બહેરામપુરા પ્રા.શા.નં ૧૨ બીજા ક્રમે અને બાપુનગર ગુજરાતી શા.નં.૧૩ ત્રીજા ક્રમે વિજયી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.