હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જતા મ્યુનિ.અધિકારીઓ, અમદાવાદમાં રખડતા ઢોરની ફરિયાદનો ૭૨ કલાક પછી પણ નિકાલ કરાતો નથી - At This Time

હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જતા મ્યુનિ.અધિકારીઓ, અમદાવાદમાં રખડતા ઢોરની ફરિયાદનો ૭૨ કલાક પછી પણ નિકાલ કરાતો નથી


અમદાવાદ,શનિવાર,27
ઓગસ્ટ,2022અમદાવાદના જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓને પકડવા કડક
કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પણ મ્યુનિસિપલ
કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીઓ ઘોળીને પી ગયા છે.શહેરના વિવિધ
રસ્તાઓ ઉપર રખડતા ઢોર અંગે નાગરિકો તરફથી કરવામાં આવતી ફરિયાદોનો ૭૨ કલાક પછી પણ
અમલ કરવામાં આવતો નથી.શહેરના સીવીલ હોસ્પિટલ આસપાસના વિસ્તાર ઉપરાંત નિકોલ સર્કલ,ગાંધીરોડ,સારંગપુર સહિતના
વિસ્તારમાં હાઈકોર્ટના આદેશ બાદ પણ રસ્તા ઉપર રખડતા પશુઓ જોવા મળી રહયા છે.અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા
અંગે ગુજરાત હાઈકોર્ટ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ નિર્દેશ બાદ પણ
રખડતા પશુઓની સ્થિતિને લઈ કોઈ સુધારો જોવા મળી રહયો નથી.ગાંધીરોડ ઉપર આવેલા
સાઈબાબા મંદિર પાસે સતત ૨૪ કલાક રખડતા પશુ અડીંગો જમાવીને બેઠેલા હોય છે.આ અંગે
સ્થાનિક રહીશ દ્વારા સી.એન.સી.ડી.ના અધિકારીને સમય મુજબ ફોટા મોકલ્યા હોવા છતાં ૭૨
કલાક બાદ સી.એન.સી.ડી.ના અધિકારી મધ્યઝોનની ટીમને ફરિયાદ એટેન્ડ કરવા સુચના આપે
છે.નિકોલમાં આવેલા માછલી સર્કલથી ભવાની ચોક સુધી રોજ રાતના આઠ કલાકથી રખડતા પશુઓ
રોડ ઉપર અડીંગો જમાવીને બેસી જાય છે.સ્થાનિકો તરફથી કરવામાં આવતી ફરિયાદનો ઢોર
ત્રાસ અંકુશ વિભાગ તરફથી નિકાલ કરવામાં આવતો નથી.હરી દર્શન ચાર રસ્તા,
સારંગપુર ચકલા, દોલતખાના,રાયપુર ભૂતની
આંબલી વિસ્તાર તેમજ છબીલા હનુમાન વિસ્તાર રખડતા પશુઓને બેસવા માટેની કાયમી જગ્યા
છે આ બાબત ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારી ઘણા લાંબા સમયથી વાકેફ હોવા છતાં
ફરિયાદનું નિરાકરણ કરવામાં આવતુ નથી.એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી
સીવીલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં પણ રખડતા પશુ અડ્ડો જમાવીને બેઠેલા હોય
છે.મ્યુનિસિપલ કમિશનરે જાહેર કરેલા એકશન પ્લાનનો પણ મ્યુનિ.ના જ અધિકારીઓ દ્વારા
અમલ કરાતો નથી.સી.એન.સી.ડી.ના અધિકારીની નિષ્ફળ કામગીરી છતા ભાજપના હોદ્દેદારોનું
મૌનહાઈકોર્ટ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર રખડતા પશુઓને
પકડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરાયો છે.મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગના
અધિકારીની નિષ્ફળ કામગીરી છતાં મેયર ,સ્ટેન્ડીંગ
કમિટી ચેરમેન સહિતના અન્ય પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા કે ઢોર ત્રાસ
અંકુશ વિભાગના વડા નરેશ રાજપૂતની રખડતા પશુ પકડવા મામલે નિષ્ફળતા છતી થઈ હોવાછતાં
પણ તેમનો કોઈ જવાબ માંગતા નથી કે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરતા નથી.સી.એન.સી.ડી.વિભાગની બેદરકારી સાબિત કરતી ઓડીયો કલીપ વાઈરલ થઈમ્યુનિ.ના સી.એન.સી.ડી વિભાગની બેદરકારી સાબિત કરતી ઓડીયો
કલીપ શનિવારે વાઈરલ થઈ છે.જેમાં ફરિયાદ કરનાર વ્યકિત કહે છે કે,સીવીલ હોસ્પિટલ
આસપાસ રખડતા ઢોર પકડવા તેમણે બેથી ત્રણ વખત ફરિયાદ કરી હોવાછતાં ફરિયાદનો નિકાલ
કરવામાં આવ્યો નથી.ફરિયાદ એટેન્ડ કરનાર અધિકારી કહે છે, હું તો સેકન્ડ
શિફટમાં છુ,તમે થર્ડ
શિફટવાળાને ફરિયાદ કરો. ફરિયાદ કરનાર વ્યકિત ફરી કહે છે કે, હું ફરિયાદ કરુ
ત્યાં સુધી રખડતા પશુઓ ત્યાં બેસી રહેશે ખરા?દુરદર્શન પાછળના પ્લોટમાં રાત્રિના સમયે સેન્ટ્રલ વર્જના
ફૂલઝાડ ખવડાવાય છેદુરદર્શન પાછળ આવેલા મેદાનમાં રાત્રિના સમયે પશુપાલકો
દ્વારા તેમના પશુઓ ખુલ્લા મુકી દેવામાં આવે છે.આ પશુઓ મુખ્ય રોડ સુધી પહોંચી જઈને
રોડ ઉપરની સેન્ટ્રલ વર્જમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઉગાડવામાં આવેલા ફૂલછોડ
પણ ખાઈ રહયા છે.આમ છતાં ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ તરફથી કોઈ કામગીરી કરવામાં
આવતી નથી.ત્રણ દિવસમાં ૨૯૭ રખડતા ઢોર પકડાયા

મ્યુનિ.ના સી.એન.સી.ડી વિભાગે ત્રણ દિવસમાં ૨૯૭ રખડતા ઢોર
પકડયા છે.પશુઓ પકડવાની કામગીરીમાં અવરોધ કરવા બદલ તેમજ રસ્તા ઉપર ઘાસચારાનું વેચાણ
કરવા બદલ ઓઢવ વિસ્તારમાં બે,નિકોલ,ચાંદખેડા અને
બોપલમાં એક-એક પોલીસ ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં કરાઈ છે.રખડતા પશુ મુકવા બદલ ૬૦
ફરિયાદ કરવામાં આવી છે.૧૭૫૧ કીલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવાની સાથે ૧૩ પેડલ
રીક્ષા અને લારી જપ્ત કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.