મુંબઈ-તાજ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુરને ભારત લવાશે:હુમલાનાં 16 વર્ષ પછી ભારતના સકંજામાં, મૂળ પાકિસ્તાની રાણાના પ્રત્યાર્પણની USની મંજૂરી, ભારતની મોટી જીત - At This Time

મુંબઈ-તાજ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુરને ભારત લવાશે:હુમલાનાં 16 વર્ષ પછી ભારતના સકંજામાં, મૂળ પાકિસ્તાની રાણાના પ્રત્યાર્પણની USની મંજૂરી, ભારતની મોટી જીત


મુંબઈ 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. અમેરિકન કોર્ટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, રાજદ્વારી માધ્યમથી રાણાને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પહેલાં પ્રત્યાર્પણના નિર્ણય સામેની તેની અપીલને અમેરિકી કોર્ટે ફગાવી દીધી છે. જ્યારે યુએસ એપેલેટ કોર્ટે 15 ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેમને ભારત મોકલી શકાય છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીએ હુમલો કર્યો. એમાં 166 લોકો માર્યા ગયા અને 300 ઘાયલ થયા. માર્યા ગયેલાઓમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ સામેલ હતા. એન્કાઉન્ટરમાં પોલીસે 9 આતંકીને ઠાર કર્યા અને અજમલ કસાબની ધરપકડ કરી, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી. અમેરિકન કોર્ટે અરજી ફગાવી દીધી હતી રાણાએ અમેરિકન કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અમેરિકન કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે રાણાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. રાણા પર મુંબઈમાં આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. રાણા સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. NIAએ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. રાણાએ આતંકવાદી હેડલીને મદદ કરી હતી કોર્ટની સુનાવણી દરમિયાન અમેરિકી સરકારી વકીલોએ દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર ડેવિડ હેડલી લશ્કર-એ-તૈયબામાં સામેલ હતો. હેડલી પાકિસ્તાની-અમેરિકન છે. રાણાએ હેડલીને મદદ કરી અને તેને તેની પ્રવૃત્તિઓ માટે સુરક્ષા પૂરી પાડી. આ રીતે રાણા આતંકવાદી સંગઠન અને તેના સહયોગીઓને મદદ કરી રહ્યો હતો. રાણાને હેડલીની મિટિંગ, ચર્ચામાં થયેલી વાતો અને હુમલાના પ્લાનિંગની જાણકારી હતી. તે કેટલાક ગોલ વિશે પણ જાણતો હતો. અમેરિકી સરકારે કહ્યું હતું કે રાણા કાવતરાનો ભાગ હતો. તેણે આતંકવાદી કૃત્ય કર્યું હતું. NIAએ ચાર્જશીટ પણ દાખલ કરી હેડલીએ અરજીનો સોદો કર્યો હતો, તેથી તેને જે ગુનાઓ માટે યુએસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે એ માટે તેને ભારતને સોંપી શકાય નહીં. NIAએ દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં હેડલી, રાણા, હાફિઝ સઈદ, ઝકી-ઉર-રહેમાન લખવી, ઈલ્યાસ કાશ્મીરી, સાજિદ મીર, અબ્દુર રહેમાન હાશિમ સૈયદ, મેજર ઈકબાલ અને મેજર સમીર અલીના નામ છે. NIAના જણાવ્યા અનુસાર, આરોપીઓએ લશ્કર-એ-તૈયબા અને હુજી વતી મહત્ત્વનાં સ્થળોની તપાસ હાથ ધરીને યોજના બનાવી અને તૈયાર કરી. આ સ્થળોમાં 26/11નાં સ્થળોનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ હેડલીએ 7 માર્ચ 2009થી 17 માર્ચ 2009 સુધી ભારતની મુલાકાત લીધી હતી. તેણે દિલ્હી, પુષ્કર, ગોવા અને પુણેમાં ચાબડ હાઉસની રેકી કરી. રાણા પર હેડલી અને અન્ય સહ-ષડ્યંત્રકારોને લોજિસ્ટિકલ, નાણાકીય અને અન્ય સહાય પૂરી પાડવાનો આરોપ છે. રાણાનું ભારત પ્રત્યાર્પણ 26/11 કેસમાં મહત્ત્વનો વળાંક લાવી શકે છે. તેનાથી હુમલા પાછળનું સમગ્ર સત્ય બહાર આવી શકે છે. 4 મહિના પહેલાં અમેરિકી કોર્ટે રાણાને ભારત સોંપવાની વાત કરી હતી 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પ્રત્યાર્પણના નિર્ણય સામેની તેની અપીલને અમેરિકી કોર્ટે ફગાવી દીધી છે. યુએસ એપેલેટ કોર્ટે 15 ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેમને ભારત મોકલી શકાય છે. સંપૂર્ણ સમાચાર અહીં ક્લિક કરીને વાંચો આ સમાચાર પણ વાંચો...
26/11ના હુમલાથી ધણધણી ઊઠ્યું હતું મુંબઈ:કપાયેલા હાથ-પગ, લોહીથી ખરડાયેલી દીવાલો, જાણો આતંકવાદનો લોહિયાળ કિસ્સો, સફદર રઝા રિઝવીના શબ્દોમાં.... આજે 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનાં 15 વર્ષ પૂર્ણ થયાં છે. મુંબઈમાં એ ચાર દિવસમાં પાકિસ્તાનના 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ જે રક્તપાત કર્યો એ આખી દુનિયાએ જોયો. દિવ્ય ભાસ્કરની ટીમે 26/11ના હુમલાના લોહિયાળ દૃશ્યના પ્રત્યક્ષદર્શી સફદર રઝા રિઝવી સાથે વાત કરી, જે-તે દિવસે હોટલ તાજના પ્રવેશદ્વાર પર ફરજ પર હતા. સફદર રઝા રિઝવીના શબ્દોમાં આતંકવાદની લોહિયાળ વાર્તા આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.