દેશમાં મોનસૂન ટ્રેકર:મુંબઈમાં આજે રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ, મહિલાનું મોત, 14 ફ્લાઈટ ડાયવર્ટ; 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. મુંબઈ, થાણે, પાલઘર, પુણે અને પિંપરી-ચિંચવડની તમામ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. બુધવારે સાંજે લગભગ પાંચ કલાકમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં 3.9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રસ્તાઓ પર નદીઓ વહી છે. પાણી ભરાવાને કારણે મોડી રાત સુધી વાહનો કેટલાય કિલોમીટર લાંબા જામમાં અટવાયા હતા. મુંબઈ એરપોર્ટ પર 14 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. લોકલ ટ્રેનો પણ મોડી દોડી હતી. અંધેરીમાં એક મહિલાનું નાળામાં ડૂબી જવાથી મોત થયું હતું. આ તરફ સુરતમાં બુધવારે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં કદરસા અને સંગ્રામપુરા વિસ્તારની કેનાલોમાં પૂર આવ્યું હતું. બાળકો સ્કૂલમાં ફસાયા હતા. ફાયર વિભાગે બાળકોને બચાવી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. બુધવારે ભોપાલ અને ઈન્દોર સહિત મધ્યપ્રદેશના 21 જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખંડવામાં 9 કલાકમાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. રજિસ્ટ્રી ઓફિસમાં પાણી ફરી વળ્યા હતા. મુંબઈમાં વરસાદની તસવીરો... દેશભરના વરસાદની તસવીરો... 27 સપ્ટેમ્બરે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.