મુંબઈ હિટ એન્ડ રન કેસ; 7 દિવસમાં 2નાં મોત:BMW સાથે ટક્કરથી ઘાયલ યુવકનું મોત; કારે ઓટો રિક્ષાને ઢસડી - At This Time

મુંબઈ હિટ એન્ડ રન કેસ; 7 દિવસમાં 2નાં મોત:BMW સાથે ટક્કરથી ઘાયલ યુવકનું મોત; કારે ઓટો રિક્ષાને ઢસડી


છેલ્લા સાત દિવસમાં મુંબઈમાં હિટ એન્ડ રનના અલગ-અલગ કેસમાં 2 લોકોનાં મોત થયા છે. એક કિસ્સામાં BMW કારની ટક્કરમાં ઘાયલ થયેલા યુવકનું 7 દિવસની સારવાર બાદ શનિવારે હોસ્પિટલમાં મોત થયું હતું. યુવકની ઓળખ વિનોદ લાડ તરીકે થઈ હતી. ઘટના 20મી જુલાઈની છે. જ્યારે બાઇક સવાર વિનોદને લક્ઝરી કારે ટક્કર મારી હતી. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો. આરોપી ડ્રાઈવરની ઓળખ કિરણ ઈન્દુલકર તરીકે થઈ છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર રિકવર કરવામાં આવી છે. બીજો કેસ નવી મુંબઈનો છે. જ્યાં રવિવારે (28 જુલાઈ)ના રોજ એક ઝડપી કારે રિક્ષા ચાલકને કચડી નાખ્યો હતો. તેનું રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. મુંબઈના ડીસી પંકજ દહાણેએ જણાવ્યું કે 28 જુલાઈ (રવિવાર)ના રોજ થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આમાં, સ્પીડમાં આવતી એસયુવી ટક્કર બાદ ઓટો રિક્ષાને લાંબા અંતર સુધી ખેંચતી જોવા મળે છે. ઘટના બાદ કાર ચાલક કાર સહિત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. શિવસેના નેતાના પુત્રએ મહિલાને દોઢ કિલોમીટર સુધી ઢસડી
આ પહેલા 7 જુલાઈના રોજ એક સ્પીડિંગ BMWએ સ્કૂટી પર સવાર કપલને ટક્કર મારી હતી. ઘટના બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં મહિલાને કચડી નાખી અને મૃતદેહને દોઢ કિલોમીટર સુધી ઢસડ્યો. અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું અને તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપી કાર ચાલકની ઓળખ શિવસેના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહ તરીકે થઈ હતી. જે અકસ્માત સમયે દારૂની મહેફિલમાંથી પરત ફરી રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.