ધંધુકા તાલુકાના ખસ્તા ગામે રામદેવજી ના મંદિરે નવ દિવસ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા તાલુકાના ખસ્તા ગામે રામદેવજી ના મંદિરે નવ દિવસ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ


ધંધુકા તાલુકાના ખસ્તા ગામે રામદેવજી ના મંદિરે નવ દિવસ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ગુજરાત સૌરાષ્ટ્રના ગામડે ગામડે રામદેવજીના નવરાત્રી ધામધૂમ પૂર્વક ઉજવાય છે ત્યારે સનાતન સત્ય છે એવી જ રીતે ઉપાસના ના નોરતામાં રહી આ ઉત્સવ ઉજવાય છે ત્યારે
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ખસ્તા ગામે રામદેવજી ના મંદિરે નવ દિવસ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ જેમાં દર બીજે બટુક ભોજન તેમજ પાટોત્સવ પણ થાય છે જેમાં રામદેવજીના મંદિરનો દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે આ કોઈ આપ વખાણ ની વાત નથી પણ રામદેવજી એ પુરેલા પ્રમાણ ની વાત છે જેમાં રામદેવજી મંદિરના પાટોત્સવ નિમિત્તે કરેલા પાટોત્સવમાં પીરજીના ઘોડાએ જ્યોતમાં આપેલ પ્રગટ પ્રણામ આ સમક્ષ પ્રગટ પ્રમાણ ઘડી બે ઘડી નહીં પણ પુરા સવા બે કલાક રામદેવજીના ઘોડાએ હાજરી આપી હતી આજવી ચેતન જ્યોતના અંજવાળે ખસ્તા રામદેવજી મંદિરે નવ દિવસ સુધી આ અખંડના ઓટલા માટે રામદેવજી નવરાત્રી દરમિયાન ગુજરાતના નામ રત્નાની કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી જેમાં ચેતનસિંહ રાજપુત મનહરદાન ગઢવી સચિન બારોટ દિલીપભાઈ ધોળી ચંદુભાઈ વ્યાસ જયંતીભાઈ બારોટ હિતેશભાઈ બારોટ તેમજ નાના મોટા કલાકારોએ હાજરી આપી ખસ્તા ગામના લોકોને ભજનનું રસપાન કરાવવામાં આવ્યું હતું. એથી એ બદલ મંડળ તથા ગામ સમસ્ત એમનો આભાર વ્યક્ત કર્યો છે રામદેવજી ને આવી પ્રાર્થના સાથે આવા ધર્મ ઉત્સવ તથા ભજન સંતવાણી એ હાજરી આપે એવી પીરને પ્રાર્થના સાથે સત્ય સનાતન ધર્મ સદાય સનાતન ધર્મનો કીર્તિ અને ધજા ફરતી રહે એવી પ્રાર્થના.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.