વડોદરામાં માત્ર 164 mm વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા અને કાદવ કિચડની પરિસ્થિતિ - At This Time

વડોદરામાં માત્ર 164 mm વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા અને કાદવ કિચડની પરિસ્થિતિ


વડોદરા,તા.5 જુલાઈ 2022,મંગળવારવડોદરા શહેરમાં હજી તો માડ ૧૬૪ મિલી મીટર વરસાદ પડ્યો છે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી કાદવ કીચડ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એટલું જ નહીં વડોદરા શહેરમાં સમાવિષ્ટ નવા સાત ગામોની તો હાલત દયનીય થઈ ગઈ છે અને હજુ પણ ગ્રામ્ય વિસ્તાર હોય તે રીતે જ લોકોને કોઈ સુવિધા પ્રાપ્ત થતી નથી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન ભારે વરસાદ થી સંભવિત પુર ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી એક બાજુ મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે બેઠકો યોજી એક્શન પ્લાન તૈયાર કરવા માટેની જરૂરી સુચના આપે છે પરંતુ બીજી બાજુ ઝોન કક્ષાએ કે પછી વોર્ડ કક્ષાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જે કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે થતી નથી જેને કારણે લોકો પરેશાન થઈ જતા હોય છે.વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલન ના અભાવને કારણે વિકાસના કામો ઉપર અસર પડતી હોય છે એટલું જ નહીં પરંતુ રોજબરોજના પ્રાથમિક સુવિધા ના પ્રશ્નોનો પણ ઉકેલ આવતો નથી ચોમાસાની હજુ શરૂઆત થઈ છે અને વડોદરા શહેરમાં માત્ર 164 mm વરસાદ નોંધાયો છે તેમ છતાં વડોદરા શહેરના ખંડેરાઓ માર્કેટની પાછળનો વિસ્તાર હોય કે પછી આજવા રોડ વાઘોડિયા રોડ માંજલપુર જુના પાદરા રોડ તાંદળજા કારેલીબાગ હરણી વારસિયા રીંગરોડ હોય કે પછી પ્રતાપનગર દંતેશ્વર વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં જાદવ કીચડ અને ગંદકીની પરિસ્થિતિ સર્જાય છે તેને કારણે રોગચાળાનો ભય પણ રહેલો છે. એટલું જ નહીં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આઉટ ગ્રોથ વિસ્તાર અને નવા જે ગામોનો ઉમેરો થયો છે ત્યાં પણ પ્રાથમિક સુવિધા નો અભાવ તેમજ ચોમાસુ શરૂ થતા ની સાથે જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને વડોદરા શહેર ની હદમાં સમાવેશ થયો હોવા છતાં પણ કાદવ કિચનની પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તાર જેવી જ રહી છે છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ ઉકેલ આવતો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.