લીલીયાના પીપળવા ખાતે BSF ની બેઝિક તાલીમ મેળવી વતન ફરતા અજય વાઢીયા નું સન્માન કરાયું - At This Time

લીલીયાના પીપળવા ખાતે BSF ની બેઝિક તાલીમ મેળવી વતન ફરતા અજય વાઢીયા નું સન્માન કરાયું


લીલીયા તાલુકાના પીપળવાના વતની અજયભાઈ રાવતભાઇ વાઢીયા બી એસ એફ માં પસંદગી પામતા તેઓએ સાત માસની બેઝિક તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્યાથી ભવ્ય સન્માન કરવામાં આવેલ અને સમગ્ર ગ્રામજનો એ ભારત માતાનો જય જયકાર કરેલ આ પ્રસંગે બીએસએફ જવાન અજયભાઈ વાઢીયા સૌ પ્રથમ લીલીયા ખાતે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વંદન કરેલ ત્યારબાદ સરદાર પટેલ યુવા ગ્રુપ અને પટેલ સમાજ ના યુવાનો દ્વારા અજય ભાઈ સન્માન કરેલ ત્યારબાદ માદરે વતન પીપળવા પહોંચતા પીપળવા ગ્રામજનો અને આહીર સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો દ્વારા કુમકુમ તિલક કરી સન્માનિત કરેલ બાદ અજયભાઈ ના માતા એ આરતી ઉતારી સન્માનિત કરેલ ત્યારે અજયભાઈ ને આવકારી ભારત માતાની જયના નારાઓ લગાવ્યા હતા સમગ્ર પીપળવા માં દેશભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું હતું અજયભાઈ વાઢીયા એ પ્રાથમિક શિક્ષણ પીપળવા પ્રાથમિક શાળા અને લીલીયા ત્યારબાદ ડિપ્લો સુરત પૂરું કરેલ આતકે અજયભાઈ વાઢીયા એ જણાવ્યું કે ભારત માતાની સેવા કરવાની ઈશ્વરે મને નિમિત બનાવ્યો તે મારું સદભાગ્ય છે આ તકે અજય ભાઈના પિતા રાવતભાઇ વાઢીયા એ જણાવ્યું હતું મારો પુત્ર દેશના સેવા કાર્યોમાં જોડાયો તે મારું અને મારા પરિવાર તેમ જ મારા તાલુકાનું સદભાગ્ય છે આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત,તાલુકા ભાજપ પ્રમુખભાઈ ભનુભાઇ ડાભી,લેઉવા પટેલ સમાજ અગ્રણી ડોક્ટર કુંભાણી, ખોડાભાઇ માલવિયા પીપળવા સરપંચ રાજુભાઈ ભેડા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બીએસએફ જવાન અજયભાઈ વાઢીયાને આવકારી શુભેચ્છા પાઠવી હતી તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.