દહેગામના કંથારપુરા વડ ખાતે 32 માં પાટોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં
દહેગામના કંથારપુરા મહાકાળી વડ ખાતે 32 મો પાટોત્સવ ટૂંક સમયમાં યોજાશે
દહેગામ તાલુકાનું વિશ્વ વિખ્યાત તેમજ હેરિટેજ તરીકે સ્થાન ધરાવતું કંથારપુરા વડ જેની નીચે માતા મહાકાળી માતાનું આધ્યાત્મિક મંદિર આવેલ છે.આ મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ મહાકાળી માતાના વડને વિકસાવા ખુબ મોટી ગ્રાન્ટ દ્વારા વડને વિકસાવવાનું કામ કરી રહી છે.
કંથારપુરા સમસ્ત ગામ પણ વડ નીચે સાક્ષાત બિરાજમાન કુળદેવી મહાકાળી માતાજીની ભક્તિ તેમજ આરાધના માટે ખુબ પ્રખ્યાત છે જેથી દર વર્ષે મહાકાળી માતાજીનું હવન તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે અને માતાજીની શોભાયાત્રા તેમજ મહાદર્શનનો લાભ લેતા હોય છે.
કંથારપુરા ગામ દ્વારા પણ તારીખ 9/4/2025 ના રોજ માતાજીના 32માં પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કંથારપુરા ગામથી વડ સુધી માતાજીની શોભાયાત્રા જેમાં ડ્રોન દ્વારા અલૌકિક 'માતાજીનું ઉડતું ત્રિસુળ ' ભક્તોને પોતાના તરફ આકર્ષિત કરશે તેવું આયોજન પણ કરવામાં આવેલ છેજયારે 10/04/2025ના રોજ માતાજીનો નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સમસ્ત કંથારપુરા ગામ તેમજ મહાકાળી માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિભક્તોને પધારવા હાર્દિક આમન્ત્રણ પાઠવવામા આવે છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
