શહેરામાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ખાતુભાઈ પગી એ ઉમેદવારી ફોર્મ ભર્યું
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભા બેઠક પર ચુટણીનો જંગ જામ્યો છે,કોગ્રેસ પક્ષ તરફથી આજે ખાતુભાઈ પગીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.શહેરા સેવાસદન ખાતે આવેલી પ્રાન્ત ઓફીસે તેમને પોતાનુ ઉમેદવારી ફોર્મ ચુટણી અધિકારી સમક્ષ રજુ કર્યુ હતુ.ખાતુભાઈ પગી નાદંરવા ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાનેથી જંગી રેલી સ્વરુપે નીકળ્યા હતા.સાથે પોતાની જીતનો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો.આમ શહેરામા હવે ભાજપ અને કોગ્રે, વચ્ચે સીધી ટક્કર થશે.શહેરા વિધાનસભાની ચુટણી ભારે રોચક બની રહેવાની છે.
પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.જેમા તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોધાવી રહ્યા છે. પંચમહાલ જીલ્લાની શહેરા વિધાનસભા બેઠક માટે ખાતુભાઈ પગીએ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોધાવી છે. નાંદરવા ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને મોટી સંખ્યામા ખાતુભાઈ પગીના સમર્થકો એકત્ર થયા હતા.સાફા અને કોટીમાં સજ્જ થઈને ખાતુભાઈ પગીએ આવેલા દશામાના મદિંરે દર્શન કરીને શિશ નમાવ્યુ હતુ.ત્યાથી તેઓ રેલી સ્વરુપે શહેરા ખાતે આવી પહોચ્યાહતા. તેમની રેલીમા મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ કોગ્રેસના ઝંડા સાથે નજરે પડ્યા હતા.સાથે ડીજેના તાલે ઝુમતા જોવા મળ્યા હતા.શહેરા સેવાસદન ખાતે આવેલી પ્રાન્ત કચેરી ખાતે પહોચીને તેમને ચુટણી અધિકારીને ફોર્મ સુપરત કર્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.