વિરપુર ખાતે આર્મીમેન નિવૃત્ત થતા માદરે વતન ભવ્ય સ્વાગત કરાયું…
ગ્રામજનોએ ઉત્સાહભેર બાઇક રેલી કાઢી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું....
મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે રહેતાં અને ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ આર્મી જવાન પોતાના માદરે વતન વિરપુર ખાતે પધારતાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિરપુરના વિવિધ વિસ્તારોમાં બાઈક રેલી યોજાઈ હતી જેમાં મોટીસંખ્યામાં આગેવાનો સહિત વિરપુરના લોકો જોડાયા હતાં આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિરપુર ખાતે રહેતાં અરવીંદભાઈ મગનભાઈ પ્રજાપતિ જેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતાં હતાં તેઓ નિવૃત્ત થતાં પોતાના માદરે વતન વિરપુર ખાતે આવી પહોંચ્યા હતાં ત્યારે વિરપુર રીલાયન્સ પેટ્રોલપંપથી બાઈકરેલી કાઢવામાં આવી હતી જેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલીમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતાં તેમજ મોટીસંખ્યામાં દરેક જ્ઞાાતિના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને નિવૃત્ત આર્મી જવાનનું ચેરમેન હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મુસ્લીમ સમાજ દ્વારા પણ આર્મીમેનનું ફુલહારથી સ્વાગત કરી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડયું હતું જ્યારે સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.