વૃક્ષ અને વૃદ્ધના પ્રોજેક્ટ માટે સદ્ભાવનાટ્રસ્ટના ખાતામાં રૂ. 120 કરોડ ઠલવાયા
દોઢ વર્ષમાં 60 કરોડનું દાન મળ્યા બાદ
રાજકોટમાં વૃક્ષ અને વૃદ્ધો માટે આયોજિત રામકથાના 7 દિવસમાં દેશ-વિદેશથી દાન મળ્યું છે. દાતાઓએ દિલ ખોલીને દાન આપતા 7 જ દિવસમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના ખાતામાં રૂ.60 કરોડ ઠલવાયા છે. રાજકોટ- જામનગર હાઈવે પર બનનારા સદ્ભાવના વૃદ્ધાશ્રમના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે પણ રૂ.60 કરોડનું અનુદાન મળ્યું હતું. આમ, પ્રોજેક્ટના શરૂઆતથી લઇને અત્યાર સુધી રૂ.120 કરોડનું અનુદાન મળ્યું છે. આમ, સૌ કોઈએ યથાશક્તિ અને દિલ ખોલીને દાન આપીને દાનની ઝોળી છલકાવી દીધી છે.આ પ્રોજેક્ટ માટે ઝૂંપડપટ્ટીના બાળકે પોતાના પોકેટ મનીમાંથી બચાવેલા રૂ.1થી લઈને દેશ-વિદેશથી ઉદ્યોગપતિ, બિલ્ડરો, ડોક્ટરો દ્વારા કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ:સંતાન, નિરાધાર વૃદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. જેમાં 11 માળ હશે અને 1400 રૂમ હશે. તેમ વિજયભાઇ ડોબરિયાએ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.