લેડી એડવોકેટને મરવા મજબુર કરનારા સામે પોલીસ ફરિયાદ ન નોંધી હોવાનો સનસની મચાવતો આક્ષેપ
લેડી એડવોકેટને મરવા મજબુર કરનારા સામે પોલીસ ફરિયાદ ન નોંધી હોવાનો સનસની મચાવતો આક્ષેપ થયો છે. મૃતક નિધિ ભૂતિયાના માતાએ પોલીસ મથકોના ધક્કા ખાધા પણ ગુનો ન નોંધાયો. મૃતક જ્યાં પાર્ટનરશીપમાં જ્યાં કામ કરતી તે ઓફિસના એડવોકેટ ધીરેન્દ્ર ધોત્રે અને શ્રદ્ધા આહીર સામે આરોપ લાગ્યા છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ, અયોધ્યા ચોક નજીક યોગરાજનગરમાં રહેતી 22 વર્ષીય લેડી એડવોકેટ નિધિ કારાભાઈ ભૂતિયાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયેલો. તેમના માતા બાઘીબેને જણાવ્યું હતું કે, અમે મૂળ પોરબંદરના છીએ. મારા પતિ કારાભાઈ કોન્ટ્રાકટર હતા. હાલ તે હયાત નથી. નિધિએ પોરબંદર ખાતે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી પછી એક વર્ષ પહેલાં જ રાજકોટ રહેવા આવ્યા.
અહીં નિધિની મુલાકાત કોર્ટમાં એડવોકેટ શ્રદ્ધા આહીર સાથે થઈ. બંનેને ઓફિસ કરવી હોવાથી મેં જાસલ કોમ્પલેક્ષમાં ઓફિસ કરી દીધી હતી. સાધુવાસવાણી રોડ પર ઓફિસ ધરાવતા એડવોકેટ ધીરેન્દ્ર ધોત્રે શ્રદ્ધાને પહેલેથી ઓળખતા. ત્યાંથી બેંક સંબંધિત કામ મળતું હતું. પછી ભાડાની ઓફિસ બંધ કરી બંને પાર્ટનર તરીકે એડવોકેટ ધોત્રેની ઓફિસમાં કામે લાગી. જે પછી શ્રદ્ધા અને ધીરેન્દ્ર ધોત્રે નિધિને એડવોકેટને છાજે નહીં તેવું પાણીનો ગ્લાસ ભરવાનું પણ કહીં દેતા. નિધિએ આ બધી વાત મને કરી હતી. તેને કહેલું કે શ્રદ્ધાને નિધિએ પૂછ્યું કે, તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? આપણે પાર્ટનર છીએ છતાં કામની વાતો બંને કેમ એકલા સાઈડમાં જઈને કરો છે.
એક વખત શ્રદ્ધાએ પાણીના ગ્લાસનો ઘા નિધિ પર કરેલો. બન્ને આરોપીઓ મારી પુત્રીની સાથે ખુબ જ ખરાબ વર્તન કરતા હતા. પુત્રીને વારંવાર અપમાનીત કરતા હતા. મારી પુત્રીને શારિરીક રીતે પણ હેરાન કરતા હતા, મારી પુત્રીના શરીરમાં લાલ ચાંભાઓ પડી ગયેલ હતા જે અમોની પુત્રી ઘરે આવીને અમોને -બતાવતી હતી, એક વખત આરોપી શ્રદ્ધાએ મારી પુત્રીને ઓફીસમાં ધકકો મારીને પછાડી દિધેલ હતી. આરોપીઓ ધ્વારા આપવામાં આવતા તમામ શારિરીક માનસિક ત્રાસ અંગેની વાત નિધિ મને જણાવતી હતી.
ત્રાસથી તે ખુબ જ માનસિક ડીપ્રેશનમાં આવી ગયેલ હતી. છેલ્લે આરોપીઓએ અમોની પુત્રીના કોઈપણ જાતના વાંક વગર મારી પુત્રીને ભાગીદારીમાંથી છુટી કરી મુકેલ હતી. મારી પુત્રીએ આરોપીઓની સાથે કામ કરવા માટે તેઓએ ઘણી જ આજીજીઓ કરેલ હતી આમ છતાં આરોપીઓએ મારી પુત્રીને તેમની સાથે કામ કરવા દિધેલ નહી. અમોની પુત્રીને આરોપીઓ તેમની ઓફીસમાંથી કાઢી મુક્યા બાદ પણ આરોપી નં.ર વિડીયો કોલ કરીને મારી પુત્રીને એવુ જણાવતી કે "મેં કફ સિરપ પી લીધેલ છે અને હું આત્મહત્યા કરવા માંગુ છુ.
તા.19-12-2023 ના રોજ સવારના સમયે મને નિધિ નાથાલાલ પારેખ હોસ્પીટલે ઉતારીને ત્યારબાદ આરોપીઓને મળવા માટે તેની ઓફીસે ગયેલ હતી. અને ઓફીસેથી પરત આવી નિધિએ આત્મહત્યા કરી લીધેલ હતી. બનાવ વખતે જ પોલીસને અમે આ બધું સ્ટેટમેન્ટ આપેલું. પોલીસે મોબાઈલ જપ્ત કરી એફએસએલમાં મોકલેલ છે. અમે ફરિયાદ કરવા ગયા પણ પોલીસ ફરિયાદ લેતી નથી. જેથી ફરિયાદ નોંધવા અને તેમની દીકરીને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.