હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે વિસ્તારમાં મારૂતી સ્વિફટ ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૪ બોટલ/ટીન નંગ-૭૨૦ કિ.રૂ. ૧,૧૬,૭૬૦/- તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬,૧૬,૭૬૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે વિસ્તારમાં મારૂતી સ્વિફટ ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૪ બોટલ/ટીન નંગ-૭૨૦ કિ.રૂ. ૧,૧૬,૭૬૦/- તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬,૧૬,૭૬૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા I/C પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહીલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા ASI દેવુસિંહ, બ્રિજેશભાઈ, હિમાંશુરાજ, HC નરસિંહભાઈ, વિનોદભાઈ, કલ્પેશકુમાર, PC પ્રહર્ષકુમાર હિમાંશુ, નિરીલકુમાર, દર્શનકુમાર, ડ્રા.PC જતીનકુમાર, ઇન્દ્રજીતસિંહ, નરેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન PC નિરીલકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે “એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ગાડી નંબર-GJ27DH9418 નો ચાલક ઇસમ રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આર.ટીઓ સર્કલ રોડ તરફ થઇ વિજાપુર રોડ તરફ જનાર છે." જે બાતમી હકીકત આધારે દેરોલ ગામ નજીક હિંમતનગરથી વિજાપુર તરફ જતા હાઇવે રોડ ઉપર વોચ તપાસમાં ઉભા હતા દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ગાડી નંબર-GJ27DH9418 ની આવતા રોડ બ્લોક કરતાં ગાડીના ચાલકે દુરથી પોલીસની નાકાબંધી જોઇ પોતાન કબ્જાની સ્વીફ્ટ ગાડી દુર ઉભી રાખી અંધારાનો લાભ લઈ ભાગી ગયેલ હોય જેથી ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૪ બોટલ /ટીન નંગ-૭૨૦ કિ.રૂ.૧,૧૬,૭૬૦/- તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬,૧૬,૭૬૦/-નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ઘી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫(એ)(ઇ) મુજબનો પ્રોહી કેસ કરવામાં

આવેલ છે.

✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.