બેદરકારી નું ઉદાહરણ એટલે વિસાવદર નગરપાલિકાસુ વિસાવદર નગર પાલિકા ના વહીવટ દાર અકસ્માત ની રાહ જોવેછે
બેદરકારી નું ઉદાહરણ એટલે વિસાવદર નગરપાલિકા
મુરલીધર પ્લોટના મુખ્ય રસ્તાઓ પરની આ તસ્વીર તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો છે.જો આને કારણે કોઈ અકસ્માત થશે તો કોની જવાબદારી, વિસાવદર નગરપાલિકાને જાણે પોતાના કરતૂતોથી ન્યૂઝ પેપર માં ચમકવાનો શોખ લાગે છે અનેક કૌભાંડો પછી મુખ્ય રસ્તાઓ પરની ગટરના ઢાંકણાઓ ખુલ્લા રાખી જાણે નાગરીકોને તેમાં પડી અને દવાખાને જવાનું આમંત્રણ આપતા હોય છે એવું લાગે છે.એક તો ગંદકીનુ સામ્રાજ્ય તેમાં વળી ખુલ્લા ઢાંકણાઓની સામે રજૂઆતો કરીએ તો કમૅચારીઓ દિવાળીની ખરીદીઓમા ગાયબ.કરવેરો ઉઘરાવવામાં અવ્વલ નંબરે રહેતી આ નગરપાલિકા સગવડો આપવાને બદલે કેમ નાગરીકો હેરાન થાય એવા કારસ્તાન કરવામાં માહીર છે.ચિફ ઓફીસર પણ જાણે નિંદ્રાવસ્થામા પોઢી ગયા હોય એવું લાગે છે કેમ કે તસ્વીરમાં દેખાતા આ રોડ પરના ખુલ્લા ઢાંકણાની રજુઆત પ્રત્યે કેમ કોઈ કાયૅવાહી કરતા નથી.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.