ધોરણ 10માં નસીબનું 'નસીબ' ચમક્યું: હિંમતનગરમાં ઇકો ગાડીના ચાલકની દીકરી નસીબને A1 ગ્રેડ આવ્યો; IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરી - At This Time

ધોરણ 10માં નસીબનું ‘નસીબ’ ચમક્યું: હિંમતનગરમાં ઇકો ગાડીના ચાલકની દીકરી નસીબને A1 ગ્રેડ આવ્યો; IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરી


હિંમતનગરમાં પૃથ્વીનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને ઇકો ગાડીના ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગાડીચાલકની દીકરી નસીબને ધો-10માં A1 ગ્રેડ આવ્યો છે. ત્યારે નસીબે IAS બનવાની ઈચ્છા વ્યક્તિ કરીને 11માં સાયન્સ લઈને નસીબ અજમાવશે. નસીબની ઈચ્છા માટે પરિવાર અને સ્કૂલ પરિવારે પણ વહારે હોવાની ખાતરી આપી છે.
ધો-10નું પરિણામ આજે આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 80.67 ટકા પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમાં જિલ્લાના 405 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ 1માં ત્રણ વિદ્યાર્થીઓનો A1 ગ્રેડમાં સમાવેશ થાય છે. હિંમતનગર હાઇસ્કૂલ 1માં પ્રથમ આવેલી નસીબે IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને ધો-11માં સાયન્સમાં પ્રવેશ મેળવી IASમાં નસીબ અજમાવવાનો પ્રારંભ કર્યો છે.
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી પૃથ્વીનગર સોસાયટીમાં રહેતા દીપકકુમાર મોઘાભાઈ પ્રણામી અને તેમની પત્ની ઉષાબેનને બે સંતાન છે. જેમાં નસીબ ધો-10માં અને ` પ્રિન્સ ધો-7માં હિંમતનગર હાઇસ્કૂલમાં અ કરે છે અને પૃથ્વીનગર સોસાયટીમાં ભાડા મકાનમાં રહે છે. ધો 10 સુધી અભ્યાસ કરે દીપકભાઈ ઇકો ગાડી ચલાવી પરિવારનું ગુ ચલાવે છે. ત્યારે તેમની દીકરીએ નસીબનું આજે ધો-10ના પરિણામમાં ચમક્યું છે.
આ અંગે હિંમત હાઇસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો 10નું હિંમત હાઇસ્કૂલનું 65 ટકા પરિણામ આવ્યું છે. જેમાં A1માં ત્રણ વિદ્યાર્થીઓ છે તે પૈકી નસીબ દીપકકુમાર પ્રણામી 99.07 PR સાથે સ્કૂલમાં પ્રથમ છે. ત્યારે તેમના માતા-પિતા અને સ્કૂલના વિષય શિક્ષકોની મહેનતનું પરિણામે આજે નસીબે IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે અમે સ્કૂલ પરિવાર પણ તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે હમેંશા તત્પર રહીશું અને તેને ધો-11માં સાયન્સ વિષય રાખવાનો પણ પસંદ કર્યો છે. આ અંગે પિતા દીપકકુમાર અને માતા ઉષાબેને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરીને વાંચન માટે કોઈ દિવસ કહેવું પડતું નથી. તે વહેલી સવારે ઉઠીને વાંચન માટે બેસી જતી હતી. તેની મહેનતે આજે નસીબ ચમક્યું છે.
આ અંગે IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરનારી નસીબે જણાવ્યું હતું કે, હું વાંચન કરતી હતી મારે ટ્યુશન પણ હતું તો હું ટીવી જોતી ન હતી, પરંતુ સમય મળે તો મોબાઈલમાં IASને લગતા મોટીવેશન વીડિયો અને ઇન્ટરવ્યુ થોડો સમય જોતી હતી. મારા નસીબ ચમકાવવામાં મારા માતા-પિતા સાથે મારી સ્કૂલના શિક્ષકો અને આચાર્યની મહેનતનું આ પરિણામ મળ્યું છે. હું IAS બનવા માગું છુ અને તેની તૈયારીઓ પણ સાથે સાથે કરું છુ અને ધો 11માં સાયન્સમાં પ્રવેશ મેળવીને આગળ વધીશ. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને મારા પિતા ઇકો ગાડી ચલાવે છે, માતા ઘરકામ કરે છે અને મારો નાનો ભાઈ પણ મારી સાથે સ્કૂલમાં ધો 7માં અભ્યાસ કરે છે.

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.