*ન્યુ એરા સિનેમા ,કોડીનાર વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા સાહેબ દ્વારા કડક કાર્યવાહી*
*ન્યુ એરા સિનેમા ,કોડીનાર વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા સાહેબ દ્વારા કડક કાર્યવાહી*
કોડીનાર ખાતે આવેલ ન્યુ એરા સિનેમામાં ફાયર સેફ્ટી બાબતેનાં નિયમોનું પાલન ન થતુ હોવાનું તથા ઘણાં લાંબા સમયથી સિનેમા લાયસન્સ રીન્યુ ન કર્યા હોવાનુ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા સાહેબના ધ્યાને આવતા જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લઈ તેઓ દ્વારા આજરોજ સદરહુ સિનેમાનું લાયસન્સ ગુજરાત સિનેમા રૂલ્સ-૨૦૧૪ના નિયમ -૧૩૬ ની જોગવાઈની જોગવાઈ આધારે સસ્પેન્ડ કર,મામલતદારશ્રી , કોડીનારને સિનેમા બિલ્ડિંગ,ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેઝર્સ (એમેન્ડમેન્ટ) રૂલ્સ -૨૦૨૧ ના નિયમ -૧૪(૧) મુજબ થર્ડ શેડ્યુઅલમાં સમાવેશ થતો હોવાથી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરતાં, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ કોડીનાર મામલતદારશ્રી દ્વારા સદરહુ સિનેમા બિલ્ડિંગ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.વધુમાં હોસ્પિટલ,સિનેમા, કોમ્યુનિટી હોલ, વગેરે પ્રકારના અન્ય જાહેર સ્થળો પર ફાયર સેફ્ટી અને લોકોની સુરક્ષા સબંધિત સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈઓનું ચુસ્ત પણે પાલન કરવા પણ દરેક પ્રોપરાઇટર્શને અનુરોધ કરવામાં આવેલ.ઉપરાંત જો ફાયર સેફ્ટી અને લોકોની સુરક્ષા સબંધિત જોગવાઈ ને નજરઅંદાજ કરવામા આવશે તો તેવા ઇશામો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.