હિંચકાની દોરી ગળામાં વિંટાઇ જતા 13 વર્ષના માસુમ નું કરૂણ મોત - At This Time

હિંચકાની દોરી ગળામાં વિંટાઇ જતા 13 વર્ષના માસુમ નું કરૂણ મોત


. હિંચકાની દોરી ગળામાં વિંટાઇ જતા 13 વર્ષના માસુમ મહમદ નામના બાળકનું કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના બેડીપરામાં પટેલ વાડીની સામે રહેતા હોસેનભાઇ સમાનો પુત્ર મહમદ (ઉ.વ.13) ગઇકાલે રાતના નવેક વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે પરીવારજનો નીચેના રૂમમાં બેઠા હતા અને પોતે ઉપરના માળે રૂમમાં જઇ દોરડાથી બાંધેલા હિંચકામાં હિંચકવા લાગ્યો હતો. જે બાદ હિંચકાની દોરી તેના ગળામાં ફસાઇ જતા ગળાફાંસો આવી જતા તે બેભાન થઇ ઢળી પડયો હતો.
પુત્ર મોડે સુધી નીચે ન આવતા પરીવારજનો તપાસ કરવા જતા તે ગળામાં દોરી વીંટળાયેલી હાલતમાં બેભાન હાલતમાં પડયો હતો. જેને પરિવારજનોએ તાત્કાલીક 108 મારફતે સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા બાળકને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ કે.સી.સોઢા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક બાળક ધો.7માં અભ્યાસ કરતો અને પરિવારના એકનો એક પુત્ર હતો. તેના પિતા દુકાનમાં નોકરી કરે છે એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.