વેપાર-ધંધો બરાબર ન ચાલતા કિચનવેરના વેપારી મયુર ચૌહાણે ગળાફાંસો લગાવી જીંદગી ટૂંકાવી
ધંધાની મંદી સામે આશાસ્પદ યુવાને હાર માની લીધી હોય તેમ, વેપાર-ધંધો બરાબર ન ચાલતા કિચનવેરના વેપારી મયુર દીપકભાઈ ચૌહાણ(ઉ.વ.28)એ ગળાફાંસો લગાવી જીંદગી ટૂંકાવી લીધી હતી. મૃતક સહકાર મેઈન રોડ પર ઇન્દિરાનગરમાં રહેતો અને ઓનલાઇન કિચનવેરનો વ્યાપાર કરતો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સહકાર મેઈન રોડ પર ઈન્દીરાનગર શેરી નં. 3માં રહેતા મયુર ચૌહાણ આજે બપોરે પોતાના ઘરે હતો. તે પોતાના મકાનના ઉપર માળે આવેલા રૂમમાં ગયો હતો. ઘણો સમય થયે પરત ન આવતા તેમના માતા પુત્ર શુ કરે છે.
તે જોવા ગયા હતા. યુવકના માતા વિજુબેન ઉપરના રૂમમાં જોવા જતા પુત્ર ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ જોઈ બુમાબુમ કરી મુકતા અન્ય પરિવારજનો અને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. કોઈએ 108માં ફોન કરતા તત્કાલ એમ્બ્યુલન્સ સાથે 108નો સ્ટાફ દોડી આવેલો. જોકે યુવકને જોઈ તપાસી સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવેલ.
આ તરફ ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. મયુરે પોતાના રૂમમાં લોખંડના એન્ગલ સાથે ચૂંદડી બાંધી અંતિમ પગલું ભર્યું હતું. તે ભાઈમાં નાનો અને અપરણિત હતો. ઘરેથી જ ઓનલાઇન કિચનવેરનો ધંધો કરતો હતો. ઘણા સમયથી આ ધંધો બરાબર ચાલતો નહોતો. મંદીથી તે કંટાળી ગયો હતો અને એટલે જ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.